‘પારકા પૈસે’ વધુ ૧૦ સર્કલનો ‘વિકાસ’ કરશે મનપા
સોરઠિયાવાડી સર્કલ, આનંદ બંગલા ચોક, શીતલ પાર્ક ચોક, પોલીસ હેડ ક્વાર્ટર પાસેનું સર્કલ સહિતને ડેવલપ કરવાનું ટેન્ડર પ્રસિદ્ધ
પેટા: દર છ મહિને સર્કલને રંગરોગાન, સર્કલમાં પોતાના સિવાય અન્ય કોઈ પ્રકારની કમાણી' રળી આપતી જાહેરાત મુકી નહીં શકવા સહિતની શરતો; જો કે પાલન થવાની શક્યતા નહીંવત્ વોઈસ ઓફ ડે, રાજકોટ મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (જનભાગીદારી)ના ધોરણે શહેરના વિવિધ સર્કલોનો ડેવલપ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં વધુ ૧૦ સર્કલનો
વિકાસ’ કરવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સર્કલમાં સોરઠિયાવાડી, આનંદ બંગલા ચોક, શીતલ પાર્ક ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સહિતના સર્કલ્સનો સમાવેશ થાય છે.
આ ટેન્ડર પાંચ વર્ષ માટેનું છે મતલબ કે સર્કલને ડેવલપ કરવા માટે રસ દાખવનાર સંસ્થા કે પેઢીએ પાંચ વર્ષ સુધી આ સર્કલની જાળવણી કરવાની રહેશે. ટેન્ડર રજૂ કરવાની અંતિમ તારીખ ૩૦ ડિસેમ્બર છે જે સંપૂર્ણ ઓનલાઈન રાખવામાં આવી છે.
બીજી બાજુ ટેન્ડરમાં મહાપાલિકા દ્વારા શરતો પણ મુકવામાં આવી છે જેમાં દર છ મહિને સર્કલને રંગરોગાન, સર્કલમાં પોતાના સિવાય અન્ય કોઈ પ્રકારની `કમાણી’ રળી આપતી જાહેરાત નહીં મુકવા સહિતનો સમાવેશ થાય છે. જો કે આ શરતોનું ભાગ્યે જ પાલન થતું હોય તેવું અનેક સર્કલમાં ખડકાયેલા જાહેરાતોના બોર્ડ પરથી લાગી રહ્યું છે !
આટલા સર્કલ ડેવલપ કરાશે
- સોરઠિયાવાડી સર્કલ, ૮૦ ફૂટ રોડ
- આનંદ બંગલા ચોક, ૨ સર્કલ
- શીતલ પાર્ક ચોક
- જે.કે.ચોક (પુષ્કરધામ રોડ)
- આહિર સર્કલ (નહેરુનગર, ૮૦ ફૂટ રોડ)
- માનવ સર્કલ (જૂનો યુનિવર્સિટી રોડ)
- જલગંગા ચોક (સંતકબીર રોડ)
- ભક્તિનગર સર્કલ (૮૦ ફૂટ રોડ)
- પોલીસ હેડ ક્વાર્ટર પાસેનું સર્કલ (રેસકોર્સ રોડ)
- માધાપર મેઈન રોડ (એઈમ્સ રોડ)