Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગોંડલ ચોકડીએ થતાં ટ્રાફિકમાંથી વાહનચાલકો-વેપારીઓને મળી મુક્તિ

Wed, December 27 2023
  • “વોઇસ ઓફ ડે”ની ઝુંબેશને સફળતા, ટ્રાફિકની સમસ્યા હળવી થતા વેપારીઓએ કરી સરાહના 
  • “વોઇસ ઓફ ડે”માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા બેરીકેટ મૂકવામાં આવતા ગેરકાયદે ઉભી રહેતી ખાનગી બસ-ઇકોનું દબાણ દૂર થયું: ગોંડલથી શાપર-વેરાવળ, જુનાગઢ તરફ દૈનિક પસાર થતાં લાખો વાહનચાલકોને મળી રાહત

રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી કરોડોના ખર્ચે બ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિકજામ  થવાની સ્થિતિ ઠેરની ઠેર હતી. “વોઇસ ઓફ ડે” દ્વારા ગોંડલ ચોકડી થતાં ટ્રાફિકજામ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને લઈને ટ્રાફિક પોલીસ-તંત્રની ઉંઘ ઉડી હતી ગોંડલ ચોકડીએ બેરીકેટ લગાવી ગેરકાયદે ઉભી રહેતી બસ-ઇકો કારના દબાણને દૂર કરવામાં આવ્યા છે જેના કારણે આ રોડ પરથી પસાર થતાં લાખો વાહનચાલકો અને આસપાસના વેપારીઓએ રાહત અનુભવી છે.

“વોઇસ ઓફ ડે” દ્વારા સામાન્ય નાગરિકોને સ્પર્શતી સમસ્યા ઝુંબેશ રૂપે ઉઠાવવામાં આવી છે જેના ભાગરૂપે શહેરમાં ટ્રાફિક સમસ્યાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરરોજ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સર્જાતાં ટ્રાફિકના પ્રશ્નેને ઉઠાવી આ સમસ્યા દૂર કરવા તંત્રના કાન મરોડવામાં આવે છે. જો કે કેટલાક વાહનચાલકો પણ ટ્રાફિકના નિયમનો પાળતા ન હોય તે અંગે પણ તસવીરો અને અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે. જેની શહેરીજનો પણ સરાહના કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ “વોઇસ ઓફ ડે”માં ગોંડલ ચોકડીએ થતાં ટ્રાફિકજામ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને અહીથી પસાર થતાં દૈનિક લાખો વાહનચાલકોને રાહત મળી છે. તો બીજી તરફ વેપારીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.

ગોંડલ ચોકડીએ ટ્રાફિકની સમસ્યા હળવી થતાં આસપાસના વેપારીઓ પણ ખુશ છે. વેપારીઓએ કહ્યું હતું કે, “વોઇસ ઓફ ડે” એ અમારી પીડાને વાચા આપી અને દરરોજના ટ્રાફિકની અવગડતના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં સહાયતા કરી. ગોંડલ ચોકડીએ અંદાજે રૂ.90 કરોડના ખર્ચે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ ટ્રાફિકની સમસ્યા હળવી થઈ નહતી. અમદાવાદથી ગોંડલ તરફ જતાં હાઇ-વે પર બ્રિજ બનાવવામાં આવ્યો છે જ્યારે બ્રિજ પૂરો થાય ત્યાં જ ગેરકાયદે ખાનગી બસ અને ઇકો કાર અડધો રોડ રોકીને ઉભી રહેતી હતી. જ્યાં તંત્ર દ્વારા બેરીકેટ રાખી દેવામાં આવ્યા છે. તો સામેની બાજુ લોખંડની જાળી રાખી દેવામાં આવી છે. જેના કારણે હવે રાજકોટથી શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ જતાં કારખાનેદારો અને ગોંડલ, ઉપલેટા, જુનાગઢ તરફ જતાં વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી આંશિક રાહત મળી છે. જ્યારે અહી ગેરકાયદે ઉભી રહેતી ખાનગી બસને બ્રિજ નીચે ઉભી રાખવામાં આવતા અડધો રોડ રોકીને ઉભી રહેતી બસ અને ખાનગી વાહનોના દબાણો દૂર થયા છે.

રાજકોટથી શાપર-વેરાવળ જતાં કારખાનેદારોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી

શાપર નજીક કારખાનું ધરાવતા રાજકોટના મેહુલ પિત્રોડાએ જણાવ્યું હતું કે, “વોઇસ ઓફ ડે” દ્વારા ગોંડલ ચોકડીએ થતાં ટ્રાફિકજામ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ અહી ટ્રાફિકજામની પીડામાંથી મુક્તિ મળી છે. મારા જેવા અનેક કારખાનેદારો છે કે જે રોજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં જવા માટે ઉપ-ડાઉન કરે છે અહી પહેલા જે સમસ્યા સર્જાતી હતી તેના કારણે તેમનો સમય બરબાદ થતો હતો. જેમાંથી હવે અમને મુક્તિ મળી છે.

ટ્રાફિક હળવો થતાં હવે અમને ઘણી રાહત મળી છે

ગોંડલ ચોકડીએ દુકાન ધરાવતા વેપારી સંજયભાઇ કાકડીયાએ વોઇસ ઓફ ડેને કહ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યા હળવી થતાં અમને ઘણી રાહત થઈ છે. પહેલા અહી વાહનોના ખડકલા થતાં હતા. લોકો દુકાન સુધી ઉભા રહેતા હતા. જે કે વોઇસ ઓફ ડે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હવે અમને ઘણી રાહત મળી છે.

ટ્રાફિકની પીડામાંથી હવે અમને મુક્તિ મળી

ગોંડલ ચોકડીએ હાર્ડવેરની દુકાન ધરાવતા અન્ય એક વેપારી કલ્પેશ ચૌહાણે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, ગોંડલ ચોકડી થતાં ટ્રાફિકજયાંથી વાહનચાલકો અને આસપાસના વેપારીઓ પણ કંટાળી ગયા હતા. મારે ગોંડલ ચોકડીથી દુકાન સુધી પહોંચવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાતી હતી. જો કે વોઇસ ઓફ ડે અખબારમાં અહેવવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેના કારણે અમને ટ્રાફિકની પીડામાંથી છુટકારો મળ્યો છે.

Share Article

Other Articles

Previous

મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજર કેદ

Next

પુત્રએ યુવતીને ગર્ભવતી બનાવી, માતા-કાકીએ ગર્ભપાત કરાવ્યો!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
12 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
37 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
42 મિનિટutes પહેલા
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
60 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

3 નવા ક્રિમિનલ લો બિલ ક્યારે લાગુ થશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યમાં ૧૫ ડોકટરો ઉપર જી.એસ.ટી વિભાગના દરોડા
ગુજરાત
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન સામે ભાજપનો ગુજરાતવ્યાપી વિરોધ : CM ભુપેન્દ્ર પટેલે ધરણા કર્યા, કાળી પટ્ટી પહેરી
ગુજરાત
1 વર્ષ પહેલા
મળે એ જમી લ્યો ભાઈ, ત્યાં તો આના પણ વાંધા છે !!
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર