આંબેડકરનગરની પરિણતા સાથે ઝગડો કરી સાસુએ ફીનાઈલ પીવડાવી દીધું
રાજકોટમાં બપોરે આરામ કરતી પરણીતાને સાસુ સાથે ઝગડો થતા સાસુએ ફીનાઈલ પીવડાવી દીધાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
રાજકોટ નજીક પડધરીના ન્યારા ગામે માવતર ધરાવતી અને રાજકોટમાં એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં સાસરું ધરાવતી રીનાબેન દિલીપભાઇ બગડા (ઉ.વ.૨૩)ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. રીનાબેન સાથે સાસુ ઉજીબેને ઝઘડો કરી મારકુટ કરી ફિનાઇલ પાઇ દીધાનું કહેતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ન્યારા ગામે રહેતાં રીનાબેનના પિતા રાજેશભાઇ ભીખાભાઇ મકવાણાએ પોલીસને જણાવ્યું હતું કે રીના લગ્ન દોઢ વર્ષ પહેલા દિલીપ બગડા સાથે થયા હતા, દિકરીને પતિ સાસુ બહાર કામ કરવા નોકરી કરવા જવા દબાણ કરતાં હતાં. પુત્રી રીના બહાર કામે નહિ જાય તેવી રીનાબેનના પિતાએ લગ્ન વખતે જ શરત રાખી હતી. છતાં છેલ્લા કેટલાક સમયથી સાસુ તેણી સાથે સતત નાની નાની વાતે ઝઘડા કરતી હતી. રીના બપોરે સુધી સુતી હોઇ સાસુએ આ મામલે ઝઘડો કરી વોશીંગ મશીન પાસે ફિનાઇલ પડયું હોઇ તે મારકુટ કરી પાઇ દીધુ હતું.