રાજકોટથી ઊપડતી મોટાભાગની ટે્ન ફુલ
દિવાળી ઉપર ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરફની ટે્રનોમા ૨૦૦ ઉપર વેઇટિગ: લાબા વેઇટિગ વચ્ચે રેલવે દ્વારા દિવાળી વેકેશન માટે ૩૬ સ્પેશિયલ ટે્રનો દોડાવશે: હરિદ્વાર સાથે તિરૂપતિ, રામેશ્વરમ, ક્નયાકુમારી, ગોવા, કેરળ, જમ્મુ-કાશ્મીર હોટ ફેવરીટ
તહેવારની મોસમ શરૂ થઈ ગઈ છે. દિવાળી વેકેશન અને તહેવારોની સિઝનમા રેલવેમા મુસાફરી કરનારાઓ ની સખ્યા વધુ રહે છે જેથી ટે્રનોમા ખૂબ ભીડ હોય છે. લોકો દિવાળી વેકેશન માટે ૩ મહિના પૂર્વે તેમની ટે્રનની ટિકિટ અગાઉથી બુક કરાવી લીધી હોય હવે કેટલીય દૈનિક અને સાપ્તાહિક ટે્રનો ફૂલ પણ થઈ ચૂકી છે. આ સ્થિતિમા હવે ટે્રનમા ક્નફર્મ સીટ મળવી ખૂબ મુશ્કેલ છે. આ સમયગાળા દરમિયાન તત્કાલ ટે્રનની ટિકિટ બુક કરવી એ સરળ કાર્ય નથી. આવી સ્થિતિમા મુસાફરોએ મુસાફરી કરવા માટે અન્ય ઘણા વિકલ્પો શોધવા પડે છે. તહેવારોની સિઝનમા રેલવેમા ભારે ભીડને ધ્યાનમા રાખીને ભારતીય રેલવે સખ્યાબધ સ્પેશિયલ ટે્રનો દોડાવી રહી છે. એટલે તહેવારોના સમયમા મુસાફરી કરવા માટે આ ટે્રનોમા ટિકિટ બુકિગ શરૂ કરવામા આવ્યુ છે. ભારતીય રેલવે દિવાળીની રજાઓને ધ્યાનમા રાખીને વેકેશન ૩૬ સ્પેશિયલ ટે્રનો ચલાવી રહી છે. જે વિવિધ સ્થળોએ ૧૨૬૨ ટ્રીપ કરશે જેનો લાભ ગુજરાત અને સૌરાષ્ટ્રને મળશે. દિવાળી વકેશનમા ફરવા જવા સૌરાષ્ટ્રથી નોર્થ ઈસ્ટ માટે ઓખા નાહરનગર એક્સપ્રેસ, રાજકોટ-બરોની અને ઓખા દિલ્લી ટે્રન દોડાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે(આઈઆરસીટીસી) એ પણ રાજકોટથી જગન્નાથપુરી, ગગાસાગર, કોલકતા, તિરૂપતિ, મદુરાઇ, રામેશ્વરમ, ક્નયાકુમારી, ત્રિવેન્દ્રમ સહિતના ડેસ્ટીનેશન્સ માટેના દિવાળી સ્પેશ્યલ પેકેજ શરૂ કર્યા છે.
દિવાળી વેકેશનમા હરિદ્વાર, ચારધામની યાત્રાએ જવા માટે આ વર્ષે જબરો ધસારો જોવા મળી રહ્યો છે. હરિદ્વારની સાપ્તાહિક ટે્રનમા ૩૦૦થી વધુ વેટઈટિગ છે. એસી કોચમા ૧૦૦ ઉપરાત વેઈટિગ છે. જમ્મુ-કાશ્મીર, વૈષ્ણોદેવી, મનાલી, શિમલા, કટરા તરફ જતી હાપા-કટરા, રાજકોટ-કટરા ટે્રનોમા પણ મોટુ વેઇટિગ છે. સૌરાષ્ટ્રના લોકો યુપી,વૈષ્ણવદેવી અને હરિદ્રાર ફરવાનો જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હરિદ્વાર, વૈષ્ણોદેવી અને યુપી જતી ટે્રનમા ૯૨ થી ૧૩૦ થી વધુ વેઇટીંગ જોવા મળી રહ્યુ છે. દિલ્હી તરફ જતી ટે્રનો પણ હાઉસફુલ છે. દક્ષિણ ભારત જતી ટે્રનોમા પણ ડિસેમ્બર સુધી ૨૦૦ ઉપરનુ વેઈટિગ છે. રામેશ્વરની સાપ્તાહિક ઓખા-રામેશ્વર ટે્રનો ફુલ છે અને ૧૫૦થી ઉપર વેઇટિગ છે.બીજી તરફ યુપી અને બગાળ તરફની ઓખા-ગોરખપુર અને પોરબદર-હાવડા ટે્રનો પણ ફુલ છે. હવે દિવાળી વેકેશનની રજાઓમા પર્યટન અને ધાર્મિક સ્થળોએ જતી તમામ ટે્રનો ફુલ હોવાથી ક્નફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે. અનેક પ્રવાસીઓને હવે તાત્કાલિક ટિકિટ બુક કરાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે દિવાળીની રજાઓમા ટે્રનોની મુસાફરી માટે તત્કાલ ટિકિટનો જ વિકલ્પ બાકી રહ્યો છે.
બીજી તરફ રાજકોટ અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમા મોટી સખ્યામા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખડ, બિહાર, ઝારખડ સહિત અન્ય રાજ્યના લોકો વસે છે. આ તમામ લોકો માટે દિવાળી અને તે પછી ઉજવાતા છઠ વર્ષનુ અનેકગણુ મહત્વ છે, જેથી મોટી સખ્યામા લોકો આ તહેવાર વતનમા ઉજવવાનુ પસદ કરે છે, ટે્રનોમા ૧૨૦ દિવસ પહેલા બુકિગ શરૂ થવાની સાથે જ ઉત્તર ભારતના લોકો વતનમા જવા માટે એડવાન્સ રિઝર્વેશન કરાવ્યુ હોય યુપી તરફની ટે્રનો પણ હાઉસ ફૂલ છે. જેના કારણે દિવાળી દરમિયાન રાજકોટ થી દિલ્હી સહિત ઉત્તર ભારત તરફ જતી પોરબદર દિલ્લી, જમ્મુ તવી તેમજ અમદાવાદથી ઊપડતી આશ્રમ એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, હરિદ્વાર મેલ, સાબરમતી એક્સપ્રેસ, અઝીમાબાદ એક્સપ્રેસ, ગોરખપુર એક્સપ્રેસ સહિતની અન્ય ટે્રનો અત્યારથી જ હાઉસફુલ છે.છઠ્ઠ પૂજા વ્રતની ઉજવમઈ ૧૮ નવેમ્બરને શનિવારથી શરૂ થઈ રહી છે, જેનુ સમાપન ૧૯ નવેમ્બરે થશે. આગલા દિવસે પવિત્ર નદીમા સ્નાન કરવાનુ વિશેષ મહત્વ છે, ચાલુ વર્ષની દિવાળી વેકેશનમા પ્રવાસીઓનો ઘસારો વધુ છે તેવુ ટૂર ઓપરેટરોનુ માનવુ છે. રાજકોટમા રેલવેની ટિકિટ બુકિગનુ કામ કરતા જાનકી એન્ટરપ્રાઇઝના પકજભાઈ પટેલે જણાવ્યુ કે કોરોનામા જે લોકોએ ફરવા જવાનુ મોકૂફ રાખ્યુ હતુ તે લોકોએ દિવાળી વેકેશનમા ફરવા જવા માટે સપ્ટેમ્બર મહિનાથી ટૂર પેકેજ બુક કરવી લીધી છે. જેના કારણે રેલવેમા આ વર્ષે મુસાફરોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે.જેથી પ્રવાસન ધમધમતા થયા છે. દિવાળીના તહેવારમા ફરવા જવા માટે લોકોએ એડવાન્સ ટૂર પેકેજો બુક કરી લીધા હતા. કેમ કે, દિવાળીના તહેવારમા તો રેલવેની ક્નફર્મ ટિકિટ મળવી મુશ્કેલ હોય અગાઉથી ત્રણ માસ પૂર્વેજ લોકોએ ફરવા માટે પ્લાન બનાવી ટિકિટ બુકિગ કરાવી લીધુ હતુ. કારણ કે તહેવારોમા પ્રવાસન સ્થળો પર હોટલમા રૂમ મળવા પણ મુશ્કેલ બની જાય છે. દિવાળીના વેકેશનમા અદાજે ૨ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાત બહાર ફરવા જશે. અત્યારે તમામ રેગ્યુલર ટે્રનો હાઉસફુલ જઈ રહી હોવાથી મુસાફરો માટે રિઝર્વ ટિકિટ મેળવવી અશક્ય છે, પરતુ સ્પેશિયલ ટે્રનોમા તેમને સીટ મળવાની શક્યતા છે, કારણ કે રેલવેતત્ર હજુ આગામી સમયમા દિવાળી વેકેશનને લઈ અનેક નવી સ્પેશિયલ ટે્રનો પણ દોડાવવાની જાહેરાત કરી છે. જેમા રાજકોટ બરોની તેમજ ઓખા દિલ્લી અને ઓખા નાહરનગર એક્સપ્રેસ ટે્રન દિવાળી ઉપર ચલાવવા મા આવી રહી છે.
ધાર્મિક સ્થળો સાથે ગોવા, સિમલા અને કેરળ તરફ વધુ ક્રેઝ
જાનકી એન્ટરપ્રાઇઝના પંકજભાઇ પટેલે જણાવ્યુ હતુ કે આ દિવાળી ઉપર ફરવા જવા માટે ગોવા, કેરાલા, જમ્મુ-કાશ્મીર, કુલુ-મનાલી, સીમલા, નૈનિતાલ, જીમ કોર્બેટ, હરીદ્વાર, ઋષિકેશ, મસુરી, તેહરી, ઔલી, ધરમશાળા, ડેલહાઉસી, રાનીખેત, દાર્જીલિગ, ગગટોક, લાચુગ, પેલીંગ, કાલીમપોંગ, ઉદયપુર, શ્રીનાથદ્વારા, કુબલગઢ, જોધપુર, જયપુર, જેસલમેર, રણથભોર, બેંગ્લોર, મૈસુર, ઉંટી, કોડાઇકેનાલ, કુર્ગ, વાયનાડ, ગોકુળ, મથુરા, વૃદાવન, પુષ્કર વિગેરે સ્થળોએ જવા લોકો ઉત્સુક બન્યા છે. બજારમા વિવિધ રેઇટસ ધરાવતા પેકેજ પણ ઉપલબ્ધ છે.
દિવાળી ઉપર રત્ન કલાકારો માટે સ્પેશિયલ ટે્ન
રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ ભાવનગરથી સુરત રોજી રોટી કમાવવા ગયેલ રત્ન કલાકારો માટે ખાસ ટે્રન દોડવવા મા આવશે. સુરતના હીરા ઉઘોગ માટે દિવાળીનો તહેવાર ખૂબ મહત્વનો હોય રેવળે દ્વારા દિવાળી ઉપર ટુકા અતરની સ્પેશિયલ ટે્રન દોડાવવાની જાહેરાત કરી છે જેમા મહુવા-સુરત-મહુવા વચ્ચે દ્વિ-સાપ્તાહિક વિશેષ ટે્રન દોડશે. ઉપરાત વેરાવળ અને સુરત વચ્ચે વિશેષ સાપ્તાહિક સ્પેશિયલ ટે્રન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
રેલવેની ટિકિટ ક્નર્ફમ હોય તો ૧૫થી ૪૫ હજારનુ પેકેજ
દિવાળીમા ફરવા જવા માટે સહેલાણીઓ આ વખતે સૌથી વધુ કેરાલા પસદ કરી રહ્યાનુ જાણવા મળે છે. ટે્રઇનની ટીકીટ હોય રાજકોટ કે અમદાવાદથી પેકેજ બાય પ્રતિ વ્યકિત ૩૦ થી ૪૦ હજાર રૂપિયા જ્યારે જમ્મુ-કાશ્મીર, શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગના ૭ રાત્રી ૮ દિવસ ના બ્રેકફાસ્ટ-ડીનર સાથેના ૩૫ થી ૪૦ હજારની આસપાસ બુક થયા છે. ઉપરાત હિમાચલ પ્રદેશના સિમલા, મનાલી, ધરમશાળા, ડેલહાઉસી રાજકોટથી બાય ટે્રઇનના પેકેજ ૨૫ થી ૩૦ હજાર રૂપિયા આસપાસ ક્નફર્મ થયાનુ જાણવા મળે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતમાથી દરેક સીઝનમા ગોવા જવા માટે લોકો હમેશા આતુર હોય છે. રાજકોટથી ટે્રઇનની ટીકીટ ક્નફર્મ હોય તો ૧૫ થી ૨૫ હજાર રૂપિયા પ્રતિ વ્યકિત પેકેજ પણ મળવા હોવાનુ ટ્રાવેલ એજન્ટસ જણાવે છે.