રાજકોટમાં 12 કલાકમાં હાર્ટ એટેકથી વધુ 4 ના મોત
હાર્ટ એટેકથી મૃત્યુનો સિલસિલો યથાવત,લોકોમાં ડર
રાજકોટમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, નવરાત્રિ દરમિયાન આ સિલસિલો ચાલુ થયો છે અને હજુ પણ યથાવત છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં હાર્ટ એટેકથી એક શિક્ષક સહિત ચાર લોકોના મોત થયા છે.
માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા મૂળ બિહારનો વતની 24 વર્ષીય રણજીત ઉપેન્દ્ર યાદવમાર્કેટ યાર્ડના બકલા વિભાગમાં મજૂરી કરતો હતોતેને હાર્ટ એટેક આવતા તે અચાનક બેભાન થઇ ગયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા બનાવમાં રાજકોટના મોરબી રોડ ઉપર આનંદ એવેન્યૂમાં રહેતા 40 વર્ષીય આશિષ પરસોત્તમ અકબરીને અગાઉ એક વખત હાર્ટ એટેકનો એક હુમલો આવી ચૂક્યો હતો અને 7 વર્ષથી પથારીવશ હોય બીજો હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. ત્રીજા બનાવમાં રાજકોટના પડધરીના રંગપર ગામના રહેવાસીલોધિકા તાલુકાના નાનાવડા ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક 43 વર્ષીય દિપક કાનજી વેકરિયાને છાતીમાં દુઃખાવો આવ્યો અને બાદમાં સારવારમાટે ખસેવામાં આવ્યા હતા જેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. ચોથા બનાવમાં જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળામાં રહેતા 22 વર્ષીય કિશન મનુભાઈ મકવાણાનામનો યુવાનપોતાના ઘરે હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટ્યો હતો.
નાની ઉમરમાં આવતા હાર્ટ એટેક પાછળ મેટાબોલિક સિન્ડ્રોમ
નાની ઉમરમાં આવતા હાર્ટ એટેક પાછળ ઘણા મોટા કારણો હોઈ શકે છે. જેમાં મેટાબોલિક સિન્ડ્રોમ સાથે સંબંધિત કોઈપણ કારણ હોઈ શકે છે જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, તણાવ, આહાર વગેરેનો સમાવેશ થાય છે. એક કારણ એ છે કે આપણી નસો પાતળી છે, જેના કારણે પશ્ચિમી લોકો કરતા ભારતીયોને 10 વર્ષ વહેલા હૃદયની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે. પ્રદૂષણ અને ધૂમ્રપાન પણ જોખમી પરિબળ બની શકે છે.જ્યારે પણ તમે ડાન્સ કે એક્સરસાઇઝ જેવી કોઈ એક્ટિવિટી કરો છો ત્યારે આપણું હ્રદય વધુ કામ કરે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર વધી જાય છે.અને હૃદયના ધબકારા વધે છે અને શરીરને જરૂરી ઓક્સિજન હૃદય સાથે મેળવવો પડે છેઅને આવી સ્થિતિમાં જો આપણા હૃદયની ધમનીમાં એવી કોઈ સમસ્યા હોય કે જેનું નિદાન ન થાય તો તે ફાટી શકે છે. તે જ સમયે, જો કેટલાક લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ હોય તો તેમને આ શ્રમ થવાની શક્યતાઓ વધુ હોય છે. આની સાથે ડિહાઈડ્રેશન પણ એક મોટું કારણ છે.