મોદી રાજકોટને આપશે ૪૯૫ કરોડની ભેટ
ડે્રનેજ-પાણી પૂરવઠા નેટવર્ક તેમજ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ અને ૨૨ વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત
વડાપ્રધાન મોદી રવિવારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે રેસકોર્સમાં તેમની જાહેરસભા અને એરપોર્ટથી રેસકોર્સ સુધી તેમનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. બીજી બાજુ મુલાકાત દરમિયાન વડાપ્રધાન રાજકોટને ૪૯૫ કરોડના વિકાસકાર્યોની ભેટ આપનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાન દ્વારા કેન્દ્ર સરકારની અમૃત મિશન ૨.૦ યોજના તેમજ સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ડે્રનેજ નેટવર્ક, પાણી પૂરવઠા નેટવર્ક તેમજ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે જ્યારે અલગ-અલગ ૨૨ જેટલા વિકાસકામનું ખાતમુહૂર્ત કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
જે વિકાસકામનું લોકાર્પણ થવાનું છે તેમાં ન્યારી-૧ ડેમથી જેટકો સુધીની પાઈપલાઈન, જેટચો ચોકડી ખાતે સંપૂર્ણ ઓટોમેશન આધારિત ઝીરો વોટર વેસ્ટેજ ૫૦ એમએલડીની ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પુનિતનગર ૮૦ ફૂટ રોડ પર મોહનેશ્વર મહાદેવ મંદિરથી વાવડી હેડ વર્કસ સુધી (વોર્ડ નં.૧૨) પાઈપલાઈન, વેસ્ટ ઝોન હસ્તના છ અલગ-અલગ પમ્પીંગ સ્ટેશનોની ઈલે.મિકે. મશીનરીના ઓગમેન્ટેશન, રૈયાધારમાં ૮ એમએલડી કેપેસિટીના ટર્શરી પ્લાન્ટ તેમજ રૂડા વિસ્તારના ૨૪ ગામમાં જથ્થાબંધ પાણી પૂરવઠા યોજનાનો સમાવેશ થાય છે.