ગુજકેટમાં ગણીતએ વિદ્યાર્થીઓની ગણતરી ઊંધી પાડી: ફિઝિક્સ માટે સમય ઘટ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં એક પણ કોપી કેસ નોંધાયો નહિ:3000 વિદ્યાર્થીઓ ગેરહાજર
રવિવારે ગુજકેટની પરીક્ષા શાંતીપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. સમગ્ર રાજ્યમાં એક પણ કોપી કેસ નોંધાયો નહતો પરંતુ ગણિતના પેપરમાં એક પ્રશ્નમાં વિકલ્પ ખોટા આપ્યા હોવાથી વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ ઊભી થઈ હતી. જ્યારે ફિઝિક્સના પેપરમાં 14 ચેપ્ટરમાંથી પૂછાયેલા 40 પ્રશ્ન સરળ હતા.
સાયન્સના તજજ્ઞોના મત અનુસાર દર વખતે ગુજકેટમાં ગણિતના પેપરમાં કંઈકને કઈક ભૂલ આવે છે. જ્યારે 22 જેટલા પ્રશ્નો ગણતરીવાળા હોવાથી ઓછા સમયમાં આ જવાબ આપવામાં વિદ્યાર્થીઓ માટે સમય ઘટ્યો હતો, કેમેસ્ટ્રીના પ્રશ્નો થોડા અટપટા હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી.
ગુજકેટની પરીક્ષામાં ગુજરાતમાંથી 1.29 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 1.26 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં એક પણ કોપીકેસ નોંધાયો ન હોવાથી શિક્ષણ તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
