રાજકોટના 54 સ્પામાં પોલીસના સામૂહિક દરોડા
પોલીસ નિયમનું ઉલ્લંઘન કરનાર બે યુવતી સહિત 17 સામે ગુનો નોંધાયો
રાજકોટપોલીસ દ્વારા સ્પામાં ચાલતા ગોરખધંધા અંગે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. રાજકોટ શહેર પોલીસ મથકના અલગ અલગ ટીમ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ,એસઓજી, એન્ટિહ્યુમન ટ્રાફિક યુનિટ, એલસીબી ઝોન-1 અને એલસીબી ઝોન-2ની ટીમે એકસાથે 54 જેટલા સ્પામાં સામૂહિક ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર 17 સ્પા સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ અંગે ક્રાઇમ બ્રાંચના એસીપી બી. બી. બસીયાએ જણાવ્યું કે આગામી 24 ઑક્ટોબર સુધી શહેરભરના સ્પામાં ચેકિંગ ચાલુ રાખવામાં આવશે, ક્રાઇમ બ્રાંચ ઉપરાંત એસઓજીઅને મહિલા પોલીસની ટીમ સાથે સ્થાનિક પોલીસ મથકની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. બુધવારે કરેલા સામૂહિક ચેકિંગમાં 54 જેટલા અલગ-અલગસ્પામાં ચેકિંગહાથ ધરવામાં આવ્યું જેમાં સ્પામાં કામ કરતાં સ્ટાફની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી નહીં કરાવાયાનું ખુલતા આવા 17 સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહીકરાઇ હતી. વિદેશી યુવતીઓને નોકરીએ રાખ્યા બાદ પોલીસ મથકમાં જાણ કરવી જરૂરી છે. વિદેશી યુવતીના પાસપોર્ટ અને વિઝા બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો આવી વિદેશી યુવતીના પાસપોર્ટ અને વિઝા બાબતે ગેરરીતિ જણાઈ આવે તો તેમણે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
માઈલસ્ટોન સ્પાના સંચાલક ભરત હરસુર પાડા, કયાવેલનેશ સ્પાના સંચાલક અજયવિઠ્ઠલભાઈ જોગરાણા,પર્પલ સ્પાના સંચાલક રાજ નારાયણમિશ્રા, એન્જોય સ્પાના સંચાલક વિરેન રમેશભાઈ ભટ્ટી, એમ.કે.પ્લસ સ્પાની સંચાલિકા ઉર્વશી બળવંતભાઈ મકવાણા,બુધ્ધા ઈન્ટરનેશનલ સ્પાના કબીર અણભાઈ લાલચંદાણી, ગ્લેમર સ્પાના ધ્રુવ ભરતભાઈ પરમાર, પ્રિન્સ વેલનેશ સ્પાની પરપ્રાંતિય મહિલા પૂજા રાજેન્દ્રસિંહ લટવાળ, વેલનેશ સ્પાના કિરીટ મોહનભાઈ જોટાંગિયા,
મીન્ટ વેલનેશના સુનિલદિલીપ પરીહાર, ગ્રીનલીફ સ્પાના ભરત જોગીભાઈ સોની, ફલોરા સ્પાનાહોજેફા આબીદ વાંકાનેરી, ઓસાન સ્પાના રોહિતવિજયભાઈ ટથીટા, એચ.ડી.વેલનેશ સ્પાના મહેશ મદન, નીલા સ્પાના વિશાલ રોહિતજાટ, બ્લીસ રિક્રેશીંગ સ્પાના આકાશઅમરભાઈ પઢિયાર, ઓર્ગેનિક સ્પાના આશિષ અરવિંદભાઈ કાલપાડાસામે ગુનો નોંધાયો હતો.