જંગલેશ્વરમાં પરિણીતાનો ફાસો ખાઈ આપઘાત
- પતિ કામે ગયા ત્યારે મહિલાએ પગલું ભર્યું : ત્રણ વર્ષની માસૂમ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી
શહેરમાં જંગલેશ્વર વિસ્તારમા રહેતી ૨૬ વર્ષીય પરિણીતાએ આજે સવારના સમયે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
વિગતો મુજબ જંગલેશ્વર શેરી નં – ૨૮ માં રહેતી સકીનાબેન સલમાનખાન રસીદખાન નામના ૨૪ વર્ષીય પરિણીતાએ આજે સવારના સમયે પોતાના ઘરે એકલા હતા ત્યારે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું.બનાવની જાણ થતાં જ ભકિતનગર પોલીસના પીએસઆઇ આર.કે.સામુદ્દે અને હેડ.કોન્સ પ્રશાંતસિંહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,મહિલાના પતિ મજૂરી કામ કરે છે.અને તેઓ કામ પ્ર ગયા ત્યારે મહિલા ઘરે એકલા હતા ત્યારે આ પગલું ભરી લીધું હતું.બનાવથી એકની એક માસૂમ ત્રણ વર્ષની પુત્રી માતાની છત્રછાયા ગુમાવી છે.જ્યારે પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.