31મી માર્ચ આખરી તક, ટેક્સ વસુલાત માટે કરદાતાઓની મિલકત ટાંચમાં લેવાશે
GST એમનેસ્ટી સ્કિમમાં લાભ લેનારને મળશે જુનાં કેસની ઝંઝટમાંથી મળશે મુક્તિ :વ્યાજ અને દંડથી બચી શકશે
31 માર્ચ પહેલાં જીએસટી એમનેસ્ટી સ્કીમ અંતર્ગત વેરો ભરનારને વ્યાજ અને દંડમાંથી મુક્તિ મળશે, જ્યારે જે કરદાતાઓએ અપીલ ફાઇલ નથી કરી અને ટેક્સ પણ ચુકવણી કરવાનું ટાળે છે એવા કરદાતાઓની ટેક્સ વસુલાત માટે મિલકત ટાંચમાં લેવા સહિતના પગલાં ભરાશે.
જીએસટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર વ્યાજ અને દંડ માફી વર્ષ 2017-18, વર્ષ 2018-19 અને વર્ષ 2019-20 માટે કલમ 73 હેઠળના આદેશ આવ્યા હોય તેમજ જે કેસમાં નોટિસ ઇસ્યુ થઈ હોય એવા કેસમાં વેરાની ચુકવણી 31 માર્ચ 2025 સુધીમાં કરવાથી વ્યાજ અને દંડથી મુક્તિ મળી શકે એમ છે.
આ એમનેસ્ટી સ્કીમ હેઠળ વેપારીઓના જુના કેસનો નિકાલ થઈ જશે અને ભવિષ્યમાં આ જુના કેસની ઝંઝટમાંથી છુટકારો પણ થઈ જશે.આથી રાજ્ય કર વિભાગે તમામ વેપારીઓ અને કરદાતાઓને આ તકનો 31 માર્ચ લેવા અપીલ કરી છે.આ સ્કીમ હેઠળ જે કરદાતાઓએ અપીલ ફાઇલ કરી હોય તેમને અપીલ પાછી લેવાની શરતે આ સ્કીમનો લાભ મળશે.
