મોરબી રોડ પર ૭૫ કરોડની જમીન ખુલ્લી કરાવતી મનપા
બે પાકા મકાન, કાચી ઓરડી, ૧૫ ઝુપડાના દબાણને તોડી પડાયું
મોરબી રોડ પર ધોળકિયા સ્કૂલ પાસે મહાપાલિકાના ૭૫.૪૩ કરોડની કિંમતના પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હોય આખરે ટીપી શાખાના બૂલડોઝરે ધણધણાટી બોલાવી એક ઝાટકે જમીન ખુલ્લી કરી નાખી હતી. ટીપી સ્કીમ નં.૧૩ (રાજકોટ)ના અંતિમખંડ નં.આર/૧ કે જે રેસીડેન્સ ફોર સેલ હેતુનો પ્લોટ છે તેના ઉપર બે પાકા મકાન, ૨ કાચી ઓરડી અને ૧૫ કાચા-પાકા ઝુંપડા બંધાઈ ગયા હોય તંત્રએ ત્રાટકીને તમામ દબાણો તોડી પાડીને ૧૦૭૭૭ ચોરસમીટર જમીનને કબજામુક્ત કરી હતી.