મકરસંક્રાંતિએ બખેડો કે ટ્રાફિક અડચણ ઉભી કરનારની ખેર નથી
રાજકોટમા મકરસક્રાતિ નિમિતે અકસ્માત અને મારામારીની ઘટના બનતી હોવાથી તેમજ જાહેર માર્ગ પર ઘાસચોરો નાખાવાથી ટ્રાફિકને અડચણ ઊભી થતી હોય અગાઉ બનેલી ઘટનાને ધ્યાને લઈ આવા બનાવો બનતા અટકાવવા અને માથાકૂટ કરનાર તત્વોને કાબુમા રાખવા માટે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ તત્ર સજ્જ થયુ છે. શહેરના તમામ પોલીસ મથકના પી. આઈ અને પીએસઆઈ તેમજ ક્રાઇમ બ્રાચ,એસઓજી અને એલસીબી સહિતનો સ્ટાફ તૈનાત રહેશે તેમજ ૪૦ જેટલી મોબાઈલ વાનો રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરશે. જ્યારે રસ્તા વચ્ચે પતગો લુટતા પતગબાજોના કારણે અકસ્માતો ન સર્જાય તે માટેની જવાબદારી ટ્રાફીક બ્રાચને સોંપવામા આવી છે.
ઉશ્કેરણીજનક લખાણ સાથેની પતગ ચગાવવાની, હલકી ગુણવતાના તુક્કલ ઉડાવવા અને વીજ તારમા ફસાયેલી પતગ કાઢવાના પ્રયાસ દરમિયાન બનતી શોટ સર્કિટની ઘટના અટકાવવા પોલીસ કમિશનર દ્વારા તા.૧૬ જાન્યુઆરી સુધી જહેરનામુ બહાર પાડી ગભીર અકસ્માત થાય અને ટ્રાફિક અડચણ ઉભી થાય તે પ્રકારના તમામ કૃત્ય પર પ્રતિબધ ફરમાવ્યો છે.જાહેરનામાનો ભગ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવશે. બાળકો તેમજ મોટેરાઓ પતગ અને દોરા લૂટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને આમ રાહદારીઓને ગભીર ઇજાઓ થાય છે. તેને નિવારવા અને ટ્રાફીકની અવર જવર અને અવરોધના નિવારણ અર્થે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા તા. ૧૬/૦૧/૨૦૨૪ સુધી પતગો ઉડાડવામા સાવચેતી કે તકેદારી રાખવા હુકમ કર્યો હતો.
આજે રાજકોટ શહેરના ૬૦૦ થી વધુ પોલીસના જવાનો તેમજ હેડકવાર્ટરનો સ્ટાફ અને એસઆરપીના ૪૨ જવાનોને પીસીઆરમા રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાત રાજકોટ શહેરમા સક્રાત પર અકસ્માતોની ઘટના બનતી હોય છે જેમા પતગ લુટતા ટોળાઓના કારણે વાહન ચાલકોને અકસ્માત નડતા હોય છે આ ઉપરાત ગળામા દોરી આવી જવાના કારણે પણ વાહન ચાલકોના ગળા કપાઈ જતા હાયે છે ત્યારે આવી ઘટના નિવારવા માટે ટ્રાફીક બ્રાચને ખાસ જવાબદારી સોંપવામા આવી છે અને રસ્તા વચ્ચે જો કોઈ પતગ કે દોરી લુટતા નજરે પડશે તો તેઓની સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભગની કાર્યવાહી કરવામા આવશે.કોઇ પણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતગો ઉડાડવા, કે ઉશ્કેરણીજનક લખાણો લખી પતગ ઉડાડવા પર,ચાાઇનિઝ દોરા, ચાઇનીઝ તુક્કલનો વપરાશ કે વેંચાણ કરવા પર પ્રતિબધ ફરમાવ્યો છે.
સદર બજાર સહિતના વિસ્તારોમા પોલીસ તૈનાત
રાજકોટમા ખાસ કરીને સદરબજાર કે જ્યા સક્રાતના બે દિવસ પૂર્વે પતગ-દોરાની ખરીદી કરવા માટે હજારો લોકો ઉમટી પડતા હોય છે. મોડી રાત સુધી લોકોની અવરજવર વધુ રહેતી હોય ઉપરાત રાજકોટમા આજે સક્રાતના દિવસે ક્યાય માથાકૂટ ન થાય તે માટે આ વર્ષે એવુ ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામા આવી છે. શનિવાર રાતે સદર બજારમા મેળો ન જામી જાય તે માટે પોલીસ બદોબસ્ત તૈનાત કરી દેવામા આવ્યો હતો. આ ઉપરાત રાજકોટ શહેરના તમામ પોલીસ મથકના પી. આઈ અને પીએસઆઈને આજે પોતાના વિસ્તારમા સઘન પેટ્રોલીંગ કરવા તેમજ સવેદનશીલ વિસાતરમા ફૂટ પેટ્રોલીંગ કરવા સૂચના આપવામા આવી હતી. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના ચારેય ડીસીપી તેમજ તમામ એસીપી અને ક્રાઈમ બ્રાચ, એસઓજી, કવીક રિસ્પોન્સ સેલ તેમજ દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ કરવા ખાસ સુચના આપી છે. રાજકોટ શહેરની ૨૩ જેટલી પીસીઆર તેમજ તમામ થાણા અધિકારીઓની જીપમા પોલીસ અને એસઆરપીના જવાનો લાઠી, ગેસગન, હથિયાર અને હેલ્મેટ સાથે તૈનાત કરી દેવામા આવશે અને આ તમામ પોલીસ મોબાઈલ રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ કરશે અને જે સ્થળે માથાકુટનો કોલ મળશે ત્યા તાત્કાલીક બનાવ સ્થળે દોડી જઈ ટોળાઓને કાબુમા લેવાની કાર્યવાહી માટે સજ્જ કરાયા છે.