‘મહિકાનું પુડલું’…એક ખાવ’ને ધરાઈ જાવ !!
કાકા બનાવતા’તા અને તેમણે ભત્રીજાને વેચવા કીધુંં…વેચાણ શરૂ થયું’ને ધમધોકાર ચાલવા લાગ્યુંખાણીપીણીમાં રોજબરોજ વપરાતી સામગ્રીથી તૈયાર થતું ૪ બાય ૪નું
મહિકાનું પુડલું’ તૈયાર થતું જોવું પણ એક લ્હાવો, ખાધાં બાદ ટેસડો પડી જાય તેની ગેરંટી ૧૦૦%
૧૦ વર્ષથી રાજકોટમાં વેચાઈ રહેલા પુડલાનું દિવસેને દિવસે વધી રહેલું વેચાણ: બુધ-શનિ-રવિવારે તો ઉભા રહેવાની જગ્યા નથી મળતી
દિવાળીના તહેવારો સંપન્ન થઈ ચૂક્યા છે…લોકોએ રજા દરમિયાન મન ભરીને એક એકથી ચડિયાતી વાનગીઓનો આસ્વાદ માણ્યો જ હશે ત્યારે દર શનિવારે લોકોના મોઢામાં પાણી જ નહીં બલ્કે ખાવા માટે મજબૂર કરી દેવાનું કાર્ય કરતાં વૉઈસ ઑફ ડે' દ્વારા આ વખતે મુળ તો રાજકોટની જ બલ્કે એકદમ હટ કે વાનગીની પ્રસ્તુતિ કરવામાં આવી છે. આ વાનગીનું નામ
મહિકાનું પુડલું’ છે જે રસોઈમાં રોજબરોજ વપરાતી સામગ્રીથી જ તૈયાર થાય છે પરંતુ તેનો ટેસ્ટ માણ્યા બાદ લોકો મોજ પડી ગઈ' તેવું બોલ્યા વગર રહી શકે જ નહીં ! અંદાજ પ્રમાણે રાજકોટમાં બે જ જગ્યા પર મહિકાના પુડલાનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ત્યાં સવારથી લઈ સાંજ સુધી લોકોની ગીર્દી જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું રહે છે. જ્યારે રાજકોટમાં પુડલાનું વેચાણ શરૂ થયું ત્યારે તે આટલા બધા ચાલી જશે તેવી ખુદ વેપારીને પણ કલ્પના ન્હોતી પરંતુ જોતજોતામાં જ આ વાનગી એટલી બધી
ચાલવા’ લાગી કે લોકો એક પુડલું ખાવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. મહિકાનું પુડલ ૪ બાય ૪ની સાઈઝનું હોય છે જે તૈયાર થયા બાદ તેના નાના-નાના પીસ કરીને પીરસવામાં આવે છે. આમ તો એકાદ-બે પુડલા ખાઈએ એટલો લોકો ધરાઈ જાય તે સંભાવનાને નકારી શકાતી નથી એટલા માટે જ આ લેખનું મથાળું એક પુડલું ખાવ'ને ધરાઈ જાય' એવું આપવામાં આવ્યું છે. ખાસ વાત એ પણ છે કે પુડલું તૈયાર થઈ રહેલું જોવું પણ એક લ્હાવો છે અને તૈયાર થયા બાદ ઝટપટ તેને ખાઈ લેવાની તાલાવેલી પણ ગજબ જ ગણવી રહી...! બુધ, શનિવાર અને રવિવારે પુડલાનો
ઉપાડ’ એટલો બધો થાય છે કે દુકાન પાસે ઉભા રહેવાની જગ્યા મળતી નથી આવો `વટ’ છે મહિકાના પુડલાનો…!
મહિકાના પુડલા' નામ કેવી રીતે પડ્યું ?
સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરીની સામે
મનાલી ઢોસા’ નામે મદ્રાસી વાનગીનું વેચાણ કરતા નીતેશભાઈ સંચાણીયાએ જણાવ્યું કે આમ તો તેમનો મુળ વ્યવસાય સાઉથ ઈન્ડિયન વાનગીઓ જેવી કે ઈડલી-ઢોસા સહિતનું વેચાણ કરવાનો છે પરંતુ આજથી દસેક વર્ષ પહેલાં તેમના કાકા કે જેઓ રાજકોટની ભાગોળે મહિકા ગામમાં રહે છે તેઓ વર્ષોથી પુડલા બનાવતા હતા. આ પુડલા તેઓ વિવિધ પ્રસંગો તેમજ વાડીપ્રોગ્રામ માટે તૈયાર કરીને વેચાણ કરી રહ્યા હતા. બરાબર ત્યારે જ તેમને રાજકોટમાં પુડલાનું વેચાણ કરવાનો આઈડિયા આવ્યો હતો જેનો તાત્કાલિક અમલ કરીને ઉપરોક્ત સરનામે વેચાણ શરૂ કર્યું જે પૂરપાટ દોડી રહ્યું છે.
કઈ વાનગીથી તૈયાર થાય છે પુડલું
- ચણાનો લોટ
- આદુ
- લસણ
- મરચા
- કોથમરી
- લીલું લસણ
પુડલાની પ્લેટ ૧૫૦ રૂપિયાની, ખાવા હોય એટલા ખાવ
નીતેશભાઈ સંચાણીયાએ જણાવ્યું કે મહિકાના પુડલાની પ્લોટ ૧૫૦ રૂપિયાની હોય છે જે અનલિમિટેડ હોય છે મતલબ કે લોકોને જેટલા ખાવા હોય એટલા ખાઈ શકે છે. આજની તારીખે રાજકોટમાં દરરોજ ૪૦૦થી ૫૦૦ પ્લેટનું વેચાણ આરામથી થઈ જાય છે.
પુડલાની સાથે ગીરનારી ખીચડી, જલેબી, સલાડથી સજાવાય છે પ્લેટ…
મહિકાના પુડલાની સાથે ગીરનારી ખીચડી કે જે પાંચ પ્રકારના ધાનથી તૈયાર કરવામાં આવી હોય છે તે પીરસાય છે સાથે સાથે દહીં, જલેબી, ડુંગળીનું સલાડ, છાશ સહિતની વાનગીઓ એકસ્ટ્રા આપવામાં આવે છે. એકંદરે પાંચથી છ વસ્તુઓથી ભરપૂર આ એક ડિશ ખાવામાં આવે એટલે તરબતર જ થઈ જાય તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી.
લગ્ન સહિતના પ્રસંગના મેનુ'માં પુડલું ન હોય તો નવાઈ લાગે !
લગ્નગાળાની સીઝન નજીક આવી રહી છે ત્યારે હવે વિવિધ વાનગીઓનું
મેનુ’ તૈયાર થવા લાગશે ત્યારે લગભગ દરેક થાળીમાં મહિકાનું પુડલું ન હોય તો નવાઈ પામવા જેવું જ ખરું ! લોકો ભોજનની થાળીમાં આ વાનગી જરૂર જરૂર જરૂર સામેલ કરતા જ હોવાનું જાણવા મળી રહ્યું છે.