બામણબોર પાસેથી દિવાળીમાટે મંગાવેલો રૂ.24.19 લાખનો દારૂ પકડાયો
ટેન્કરમાં ચોર ખાનુ બનાવી 6300 બોટલ દારૂ છુપાવ્યો*તો:રાજસ્થાની શખ્સની ધરપકડ
રાજકોટમાં દિવાળીના તહેવાર માટે મંગાવેલો રૂા.૨૪. ૧૯લાખની કિમતનો ૬૩૦૦ બોટલ દારૂ ભરેલુ ટેન્કરક્રાઇમ બ્રાંચે બામણબોર નજીક હાઇવે પરથી ઝડપી લઇ રૂ.34.30 લાખનો મુદ્દમાલ કબજે કરી રાજસ્થાની શખ્સઝડપી લઈ કયાબૂટલેગરે આ જંગી દારૂનો જથ્થો મંગાવ્યો હતો તે જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટેન્કરની ડીઝલ ટેન્કની ઉપર ટેન્કરમાં ચોરખાનું બનાવી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને રાજકોટ-અમદાવાદ હાઇવે પ્રભુકૃપા ફાર્મ સામે કાવેરી હોટેલથી રાજકોટ તરફના રસ્તે જીજે 06-એઝેડ 9104 નંબરની ટેન્કર પહોંચતા બાતમી મુજબનું ટેન્કર નીકળતાંતેણે અટકાવી તપાસ કરતાં ટેન્કરની ડીઝલ ટેન્કની ઉપર ટેન્કરમાં ચોરખાનું બનાવાયું હતું. આ ચોરખાનાનું પતરૂ ખોલી જેમાં દારૂની પેટીઓ મળી આવી હતી. ટેન્કરમાંથી દારૂની રૂ।.24,19,500ની કીંમતની 6300 બોટલ દારૂ સહિત રૂ.34.30 લાખનો મુદ્દમાલ કબજે કરી ચાલક રાજસ્થાનના શ્રવણકુમાર પાંચારામ બિશ્નોઈની ધરપકડ કરાઈ હતી. દારૂ કોને પહોંચાડવાનો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પૂછપરછ- તપાસ કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાંચ પીઆઈ વાય.બી.જાડેજા અને પીએસઆઈ કે.ડી.પટેલની ટીમે કામગીરી કરી હતી.