કોટેચા ચોક : ટ્રાફિક એટલો કે પોલીસ-વોર્ડન પણ ઓછા પડે
રાજકોટના હાર્દ સમા કોટેચા ચોકમા ટ્રાફિક સમસ્યા એ હદે વકરી છે કે અહી જ્યારે ટ્રાફિક પોલીસ કે વોર્ડન દ્વારા સાઈડ ખોલવામાં આવે તો તેઓ પણ ખુદ ટ્રાફિકમાં ફસાય જાય છે. બીજી તરફ ટ્રાફિક ક્લિયર કરાવતા વૉર્ડનને પણ પરસેવો વળી જાય તે હદે આ વિસ્તારમા ટ્રાફિકની સમસ્યા ઘર કરી ગઈ છે. પિક અવર્સની આ સમસ્યાનો અંત ક્યારે આવશે? તે પ્રશ્ન દરેક વાહનચાલકોને સતાવી રહ્યો છે.
રાજકોટના મુખ્ય વિસ્તારોમા એક તો પાર્કિગની જગ્યા ખૂબ જ ઓછી છે તો બીજી બાજુ બપોરના ૧૨:૩૦ થી લઈને ૨ વાગ્યા સુધી જ્યારે સાજે ૬ થી લઈને ૮ વાગ્યા સુધીના સમય દરમિયાન ટ્રાફિક જામ લોકો માટે માથાના દુ:ખાવા સમાન સમસ્યા બની ગઈ છે. કોટેચા ચોક જેવા મુખ્ય વિસ્તારમા તો ટ્રાફિકની સમસ્યા એવી વકરી છે કે જાણે ટ્રાફિક નિયમન કરતા પોલીસ અને વૉર્ડનનો સ્ટાફ ઓછો પડતો હોય તેવુ ચિત્ર ઉપસી આવ્યુ છે. શહેરના આ મુખ્ય વિસ્તારમા એ હદે ટ્રાફિક હોય છે કે જ્યારે એક બાજુની સાઈડ બધ કરવામા આવે અને અન્ય સાઈડ ખોલવામાં આવે ત્યારે ખુદ પોલીસ અને વોર્ડન જ ટ્રાફિકમાં ફસાઈ જાય છે. મહત્વનુ છે કે, વિશાળ ચોકમા સર્જાતો ટ્રાફિકજામ કાયમી પ્રશ્ન બની ગયો છે. ત્યારે તેનો ઉકેલ લાવવો પણ જરૂરી બન્યો છે.
આવી રીતે નિયમનું પાલન બધા ચોકમાં થાય તે જરૂરી
રાજકોટમા ટ્રાફિકના નિયમો તો ઘણા છે પણ તેનો અમલ કરવાવાળા અને કરાવવાવાળા બને લાપરવાહ છે તેથી સમસ્યા જેમની તેમ રહે છે. પોલીસ અને ચોકમા પીળા કે સફેદ પટ્ટા કરે પણ વાહન ચાલકો મોટાભાગે તે જોતા નથી અને પછી મેમો આવે તો ફરિયાદ કરે છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ નિયમનો અમલ કરાવવાવાળા નિરાંતે મોબાઈલમાં રીલ્સ જોતા નજરે પડતા હોય છે. આવી સ્થિતિમા ચોકમા એક સુદર દ્રશ્ય જોવા મળ્યુ હતુ. બધા વાહનચાલકો નિયમાનુસાર પટ્ટાની અદર ઉભા હતા અને એક આર્મીમેને તો હેલ્મેટ પણ પહેર્યો હતો. જો આ રીતે નિયમનું પાલન રોજેરોજ બધા ચોકમા થાય તો ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થઇ શકે તેમ છે.
ફ્લેમિંગો સર્કલ પાસે ટ્રાફિક વોર્ડન રાખવા જોઇએ: મેઘલભાઇ ભોજાણી
કોટેચા ચોકમા સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા અગે આ વિસ્તારમા દુકાન ધરાવતા વેપારી મેઘલભાઈ ભોજાણીએ વોઇસ ઓફ ડેને જણાવ્યુ હતુ કે, ટ્રાફિક પોલીસ કે વોર્ડન મિગ વિમાન સર્કલ પાસે ઊભા રહેવાને બદલે જો ફ્લેમિગો સર્કલ પાસે ઊભા રહે તો ચોકમા વાહનનો સામ સામે આવી જાય છે તે પ્રશ્ન દૂર થઈ શકે છે. મોટેભાગે પિક અવર્સમાં અહી ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
કેકેવી બ્રિજ પહેલા ટ્રાફિક સમસ્યા ન હતી: વૈભવ પટેલ
કોટેચા ચોકના ટ્રાફિકની સમસ્યા અગે અન્ય એક વેપારી વૈભવ પટેલે વોઇસ ઓફ ડેને જણાવ્યુ હતુ કે, એક તો કોટેચા ચોકનું સર્કલ ખૂબ મોટુ છે ઉપરાત અહી કાલાવાડ રોડ પર જ્યારથી કેકેવી બ્રિજ બન્યો ત્યારથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. તેનુ મુખ્ય કારણએ છે કે, કેકેવી બ્રિજની શરૂઆત થાય છે ત્યા બ્રિજ પહેલા એક કટ (વૈકલ્પિક રસ્તો) આપવામા આવી હતી જે હવે સેન્ટમેરી સ્કૂલ પાસે છે. જેના કારણે લોકોને આખો રોડ ફરવો પડે છે. જ્યારે કોટેચા ચોકથી સ્વામિનારાયણ મંદિરવાળા રોડ પર પણ અમીન માર્ગ તરફ જવા માટે રસ્તો હતો તે બધ કરી દેવાયો છે. માટે લોકોને આખો અન્ડર બ્રિજ ફરીને જવુ પડે છે. સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધી જ્યારે સાજે ૬ થી ૯ વાગ્યા સુધી અતિશય ટ્રાફિક રહે છે. તો બીજી તરફ શનિવાર અને રવિવારે તો પોલીસને રાત્રે ૧૦ વાગ્યા સુધી સાઈડ બધ રાખવી પડે તેટલો ટ્રાફિક રહે છે.