કોટેચા ચોકનજીક પુરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા ચાલકને ઉલાળયો
તથ્યકાંડની યાદ આવીજાય તેવો બનાવ, એક્ટિવા ચાલક ફંગોળાઈ કાર ઉપર ખાબક્યો
રાજકોટમાં તથ્યકાંડની યાદ આવીજાય તેવો વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકે કોટેચા ચોકનજીક બેફામ ઝડપે કાર ચલાવી એક એકટીવાને ઉલાળતા એક્ટિવ ચાલક આ કારના કાચ ઉપર ખાબક્યો હતો જેને ગંભીર ઇજા થતાંહોસ્પિટલે ખસેડી કાર ચાલક અને તેની સાથેના શખ્સને ત્યાં ભેગા થયેલા લોકોએ પકડી પોલીસહવાલે કયો હતો.
તાજેતરમાં શહેરની સોમનાથ સોસાયટીમાં અઢાર વર્ષના લવરમુછીયાએ બેફામ ઝડપેસ્કોર્પિયો હંકારી એક શાકભાજીના ધંધાર્થીને પણ ઠોકરે લઈ ત્રણ વાહનોને ઉલાળી ગાડી મકાનની દિવાલમાં ભટકાવી હતીતેમજ ઇન્કમ ટેક્ષની કારના ચાલકે માધાપર ચોકડી પાસે અકસ્માતની હારમાળા સર્જી હતી આ બંને ઘટના બાદ વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં નિર્મલા સ્કૂલ પાસે, મહાવીર સોસાયટી, પારસ બંગ્લોઝ-૭નીબાજુમાંરહેતા પારસભાઇ વલ્લભદાસહિરાણી (ઉ.વ.૪૫)પોતાનું .જીજે૦૩એમએન-૫૦૯૧ નંબરનું એક્ટિવ ચલાવી ચા પીવા માટે જતાં હતા ત્યારે જીજે-૦૫-આરએફ-૬૨૫૧ નંબરની કારના ચાલકે કોટેચા ચોકનજીક બેફામ ઝડપે કાર ચલાવી એકટીવાને ઉલાળતા ચાલક પારસભાઈ બારેક ફુટ ઉંચે ઉલળીકાર ઉપર જ પટકાયા હતાંજેમાં કારના કાચ ફૂટી ગયા હતાં અને ટુવ્હીલરમાં પણ ભારે નુકસાન થયું હતું .
અકસ્માતને કારણે એરબેગ પણ ખુલી ગઇ હતી. અવાજ થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને કારચાલક કુંજ પરષોત્તમભાઇપરસાણીયા તથા સાથેના દર્શ અનિલભાઇ માકડીયાને પકડી લઇ બેસાડી પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કારના ચાલક વિરૃધ્ધપારસભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. કુંજ કાર હંકારતોહોવાનું પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે.