22 જાન્યુઆરીએ જેઇઈ મેઇનની પરિક્ષા: એડવાઇઝરી જાહેર
22 નવેમ્બર રજીસ્ટ્રેશન માટે અંતિમ તારીખ: આધાર કાર્ડ અને ધોરણ 10 ની માર્કશીટમાં નામ સરખુ હોવું ફરજિયાત નથી
ડિસેમ્બર પછી પરીક્ષાની મોસમ શરૂ થઈ જશે. સીબીએસસી બોર્ડની પરીક્ષા બાદ ગુજરાત બોર્ડની પરીક્ષા તે પહેલા જ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાતી જેઇઈની પરીક્ષા લેવાશે જેના માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઇઈ મેઈન 2025નું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે જેની પ્રક્રિયા આગામી 29 નવેમ્બર સુધી ચાલશે. જેમાં આધાર કાર્ડ અને ધોરણ 10ની માર્કશીટમાં નામ સરખું ના હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પડતી તકલીફ અંગે ફરિયાદો થઈ હતી. જે અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે હવે આધાર કાર્ડ અને ધોરણ 10 ની માર્કશીટમાં નામ સરખું હોવો ફરજિયાત નથી.
આ પરીક્ષા ની રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2024 છે. રાત્રે 9:00 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે જ્યારે પરીક્ષા 22 જાન્યુઆરી 2025 થી શરૂ થશે.