જામનગર-તિરુનેલવેલી અને હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનોમાં હવે આધુનિક કોચ લાગશે
આજે સાંજે સાંસદ પૂનમબેન માડમ લીલી ઝંડી આપશે
જામનગર-તિરુનેલવેલી અને હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનો હવે Linke Hofmann Busch (LHB) કોચ સાથે દોડશે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ આજે સાંજે જામનગરથી LHB રેકને લીલી ઝંડી બતાવશે. મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાં થી દોડતી ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનેલવેલી અને ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનોને પરંપરાગત રેક ની જગ્યાએ LHB રેક થી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Linke Hofmann Busch (LHB) કોચ એ ભારતીય રેલ્વેના પેસેન્જર કોચ છે.
જે જર્મનીના Linke-Hofmann-Busch દ્વારા વિકસાવવામાં આવ્યા હતો. શરૂઆતમાં શતાબ્દી એક્સપ્રેસમાં ઉપયોગ માટે જર્મનીથી 24 એર કન્ડિશન્ડ કોચની આયાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતમાં કપુરથલાની રેલ કોચ ફેક્ટરીએ ટેક્નોલોજી ટ્રાન્સફર પછી ઉત્પાદન શરૂ કર્યું હતું. જુની ICF રેકની તુલનામાં LHB (Linke Hofmann Busch) કોચમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. જેના કારણે મેન્ટેનન્સ ઓછું આવે છે આ કોચ 160 કિમી/કલાકની ઓપરેટિંગ સ્પીડ માટે બનાવવામાં આવ્યા છે અને તે 200 કિમી/કલાક સુધી જઈ શકે છે. કોચમાં ડબલ હાઇડ્રોલીક સસ્પેન્શન સિસ્ટમ લગાવેલી હોવાથી અવાજ ઓછો તથા હલન ડોલન ઓછું થાય છે. આ બંને ટ્રેનોમાં કુલ 22 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 8 સેકન્ડ સ્લીપર, 3 જનરલ, 1 પેન્ટ્રી કાર, 1 લગેજ વાન અને 1 જનરેટર વેન કોચ હશે.