ઈચ્છા’ પડે ત્યાં ઈંડા-નોનવેજની દુકાન-રેંકડી શરૂ થાય તે ન્યુસન્સ પોઈન્ટ’ ન ગણાય ?
રાજકોટને ચોખ્ખું-ચણાંક કરવા નીકળેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ભેદી' રમત !
સવા બે મહિનાથી
ન્યુસન્સ પોઈન્ટ’ (જ્યાં દરરોજ કચરો એકઠો થતો હોય તેવી જગ્યા)ની સફાઈ કરીને વાહવાહી' મેળવી રહેલી આ શાખાના ધ્યાન પર ક્યારેય ઈંડા-નોનવેજની દુકાન-રેંકડી આવતી જ નથી...ગજબ કહેવાય !!!
હદ તો ત્યાં થાય છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ધ્યાન પર માત્રને માત્ર ચા-પાનની દુકાને એકઠી થતી ગંદકી જ આવે છે અને તુરંત જ સીલ મારવા તેમજ
ફોટોસેશન’ કરાવવા હરખપદુડી' ટીમ દોડી જાય છે !
પેટા: ફૂડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, દબાણ હટાવ અને વિજિલન્સ એમ ચારેય શાખા પાસે એક થઈને ગેરકાયદેસર ખડકાયેલા ઈંડા-નોનવેજના દૂષણ સામે તૂટી પડી
રેકોર્ડ’ બનાવવાની સુવર્ણ તક, ઘટે છે માત્રને માત્ર હિંમત જ…
ભદ્ર સમાજ માટે રાજકોટનો હવે લગભગ એકેય રસ્તો બાકી રહ્યો નથી જ્યાંથી તેઓ પસાર થાય ત્યારે ગેરકાયદેસર રીતે જગ્યા પસંદ કરીને ઉભી કરાયેલી રેંકડી-દુકાનમાં તૈયાર થતી ઈંડા-નોનવેજની વાનગીથી તેમને તમ્મર ચડી રહી ન હોય !! આ સ્થિતિ નિર્માણ થવા પાછળ માત્ર, માત્રને માત્ર મહાપાલિકાનો સ્ટાફ જ જવાબદાર ગણી શકાય કેમ કે તેમનામાં હવે ગેરકાયદેસર દૂષણને ડામવાની હિંમત રહી જ ન હોય તેવી રીતે કામગીરી કરી રહ્યો છે. એકંદરે હવે શહેરીજનો જવાબદાર સ્ટાફને રીતસરનો ડરપોક' કહેતાં પણ અચકાઈ રહ્યા નથી ! મહત્ત્વની વાત એ છે કે મહાપાલિકા દ્વારા શહેરને ચોખ્ખું-ચણાંક બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે જેમાં થોડી અમથી સફળતા મળી પણ રહી છે. આ સફળતા પાછળ ન્યુસન્સ પોઈન્ટ કે જ્યાં દરરોજ સૌથી વધુ કચરો એકઠો થતો હોય તેને સાફ કરીને મળી રહી છે પરંતુ જ્યારે વાત ઈંડા-નોનવેજની રેંકડી-દુકાનો કે જે ગેરકાયદેસર ઉભેલી કે બનેલી છે ત્યાંની વાત આવે એટલે તેને મહાપાલિકા
ન્યુસન્સ પોઈન્ટ’ ગણતી જ નથી !!
મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સવા બે મહિનાથી ન્યુસન્સ પોઈન્ટ'ની સફાઈ કરીને
વાહવાહી’ મેળવવામાં આવી રહી છે આટલા સમયમાં તેના ધ્યાન ઉપર ક્યારેય ઈંડા-નોનવેજની રેંકડી કે દુકાન આસપાસ થતી ગંદકી આવી જ નથી તે વાત પ્રશ્ન પૂછી લેનારી છે સાથે સાથે આશ્ચર્ય પણ જન્માવી રહી છે. એવું પણ બની શકે કે ઈંડા-નોનવેજની રેંકડીની આસપાસ ફરકવાની કદાચ સ્ટાફ પાસે હિંમત જ રહી નહીં હોય ?
ઈંડા-નોનવેજના ગેરકાયદેસર દૂષણથી કંટાળી ગયેલા લોકોના જણાવ્યા પ્રમાણે હદ તો ત્યાં થાય છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ધ્યાન પર માત્રને માત્ર ચા-પાનની દુકાને એકઠી થતી ગંદકી જ આવે છે અને તુરંત જ સીલ મારવા તેમજ ફોટોસેશન' કરાવવા
હરખપદુડી’ ટીમ દોડી પણ જાય છે. શું આ જ ટીમ ઈંડા-નોનવેજની રેંકડીએ જઈ શકે નહીં ?
એ વાત પણ નોંધવી રહી કે આ દૂષણ એકલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાથી બંધ ન થઈ શકે અથવા તો તેના કાર્યક્ષેત્રમાં પણ નથી આવતું પરંતુ શા માટે આ શાખા અન્ય શાખાઓ જેવી કે ફૂડ, દબાણ હટાવ અને વિજિલન્સ શાખા સાથે મળીને કાર્યવાહી ન કરી શકે ? શા માટે ચારેય શાખા એક થઈને ગેરકાયદેસર ખડકાયેલા ઈંડા-નોનવેજના દૂષણ સામે તૂટી પડીને રેકોર્ડ નથી બનાવતી ? આ તો ચારેય શાખા અને ખાસ કરીને આખી મહાપાલિકા માટે સુવર્ણ તક રહેલી છે કેમ કે જો ચારેય શાખા એક બનીને કામગીરી કરશે તો શહેર માટે ઈતિહાસ રચાઈ જશે. જો કે આ કાર્યવાહી આડે માત્ર હિંમત જ ઘટી રહી છે જે આવી જાય તો ચોક્કસપણે આ દૂષણને ડામી શકાશે.
દરરોજ એ.સી.ચેમ્બરોમાં થઈ રહેલી બેઠકો, આ મુદ્દો ઉઠાવવાની કોઈ તસ્દી જ નથી લેતું !
મહાપાલિકા કચેરીમાં દરરોજ હજારો અરજદારોની અવર-જવર રહે છે ત્યારે તેઓ પોતાનું કામ લઈને જાય ત્યારે ફલાણા અધિકારી મિટિંગમાં છે, ફલાણો સ્ટાફ મિટિંગમાં છે' તેવો જવાબ મળે છે. આ વાતનો મતલબ એ થાય છે કે મહાપાલિકામાં દરરોજ એ.સી.ચેમ્બરોમાં બેસીને શહેરને
સ્માર્ટ’ બનાવવાની મસમોટી વાતો અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ મુદ્દો કે જે શહેરની શોભાને ઝાખપ લગાવી રહ્યો છે તેને ઉઠાવવાની કોઈ જ તસ્દી લઈ રહ્યું નથી અથવા તો કોઈનામાં આ મુદ્દો ઉપસ્થિત કરીને કાર્યવાહી કરાવવાનો દમ ન હોવાનો આક્ષેપ પણ લોકમુખે થઈ રહ્યો છે.