આંતરરાષ્ટ્રીય સ્પીકર બ્રહ્માકુમારી શિવાની દીદીનાં ૨૨મીએ ત્રણ પ્રવચન
ડોક્ટર વર્ગ ઉપરાંત રાજકોટના પ્રબુદ્ધ બૌદ્ધિક લોકો સાથે HIGHWAY TO HAPPINESS કાર્યક્રમમાં મનનીય પ્રવચન આપશે.
બ્રહ્માકુમારી સંસ્થાના મોટિવેશનલ અને આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટ આવી રહ્યા છે. અને તેમના ત્રણ જગ્યા પર વક્તવ્ય ગોઠવવામાં આવ્યા છે. તેઓ રાજકોટના બૌદ્ધિક લોકો માટે HIGHWAY TO HAPPINESS વિષય પર પણ એક વક્તવ્ય લેશે. ઉપરાંત ડોક્ટર વર્ગ સાથે પણ સંવાદ બાદ બ્રહ્માકુમારી પરિવારના લોકો સાથે પણ સંવાદ કરશે.
બ્રહ્માકુમારી શિવાની દીદી ના રાજકોટના કાર્યક્રમ વધુ માહિતી આપતા બ્રહ્માકુમારી કિંજલ દીદી, અંજુ દીદી ,ગીતા દીદી એ જણાવ્યું હતું કે અમારા માટે બહુ ખુશીની વાત છે કે આજના તણાવપૂર્ણ જીવનમાં અનેકના જીવનમાં નવો પ્રકાશ પાથરનાર બ્રહ્માકુમારી શિવાની દીદી રાજકોટ આવી રહ્યા છે, અને તેમના ત્રણ વિશેષ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે.
વર્તમાન તણાવ ,ટેન્શન તેમજ નકારાત્મક તેમજ દોડધાન ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળમાર્ગ બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય જગતના સ્પીકર બી કે શિવાનીબેન 21 સપ્ટેમ્બરે ગુરુવારે સાંજે રાજકોટ પધારશે. 22 સપ્ટેમ્બરના રોજ તેમના અનેક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમોની વિગત આપતા કિંજલ દીદી ,અંજુ દીદી અને ગીતા દીદીએ જણાવ્યું હતું કે સવારે 7:00 થી 8:30 દરમિયાન રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે પ્લેક્સસ મેડિકેટ તથા બ્રહ્માકુમારીઝ ની મેડિકલ વિંગના સંલગ્ન અનુસંધાને ડૉક્ટરો માટે આયોજિત SELF CARE AND COMPASSION કાર્યક્રમમાં 800 થી પણ વધારે ડોક્ટર મિત્રોને લાભ આપશે.
આ ઉપરાંત સવારે 10:00 થી 12:30 દરમિયાન રાજકોટના પ્રમુખ સ્વામી સભા ગૃહ સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે આયોજિત બ્રહ્માકુમારીઝ પરિવારો સાથે જોડાયેલા 3000 થી પણ વધારે રાજયોગી ભાઈઓ અને બેહેનો સાથે “સમયની ઘંટી – સ્વયંની સેફટી ” વિષય પાર આધ્યાત્મિક વાર્તાલાપની સાથે ગહન રાજયોગની અનુભૂતિ પણ કરાવશે.
આ સાથે સાથે રાજકોટમાં જે કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે તે HIGHWAY TO HAPPINESS વિષય પર 22 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે રાજકોટના પરસાણા ચોક,બીજા નવા 150 ફિટ રિંગ રોડ પર કાર્યક્રમમાં આશરે રાજકોટના 6000 થીમ પણ વધારે ગણમાન્ય પ્રબુદ્ધ બૌદ્ધિક લોકો જોડાશે. બાલાજી વેફર્સના સૌજન્ય સાથે યોજાય રહેલા આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શિવાની દીદી પોતાનું મનનીય પ્રવચન ની સાથે ગહન અનુભૂતિ કરાવશે. આ કાર્યક્રમની જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
નિઃશુલ્ક રીતે આયોજિત આ તમામ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.તમામ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોએ પોતાનું સ્થાન 15 મિનિટ પહેલા લેવા વિનંતી કરવામાં આવી છે. ઉપરોક્ત દરેક કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીના ગુજરાત ઝોનના ડિરેક્ટર રાજયોગીની ભારતી દીદી ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન થઇ રહ્યું છે
