દિવાળીએ દરોડાની આતશબાજી કરતું આવકવેરા:રાજકોટમાં સર્ચ
વડોદરામાં 4 બિલ્ડરને ત્યાંથી મોટી રોકડ,બેંક એકાઉન્ટ, લોકર મળ્યાં:મોરબીમાં કેડા ગ્રુપ પર ડી.જી.જી.આઈ.ની દરોડામાં 6 કરોડની રોકડ મળતા આઈ.ટી.એ ઝમ્પલાવ્યું, રાજકોટમાં રહેતા પાર્ટનરને ત્યાં તપાસ
બે દિવસથી ગુજરાતમાં આવકવેરા વિભાગ સતત સક્રિય રહેતા કરચોરોમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરાના રત્નમ ગ્રુપ ,સિધેશ્વર સહિત ચાર બિલ્ડરો પર બે દિવસથી ચાલી રહેલા સર્ચ દરમિયાન કરોડોના બીન હિસાબી વ્યવહારોની સાથે બેન્ક એકાઉન્ટ, લોકર, રોકડ અને દાગીના સીઝ કર્યા છે.
વડોદરાના આ ઓપરેશનમાં આવકવેરા વિભાગની ટીમ ઓછી પડતા સૌરાષ્ટ્રમાંથી ફરી વધુ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ચારે બિલ્ડર ગ્રુપોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે બુધવારે દરોડા પાડ્યા હતા. જેમાં હરણી મોટનાથ મંદિર પાસેથી શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની ટીમના સંચાલક નિલેશ શેઠ અને તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેના ભાગીદારોના નિવાસ્થાન અને ઓફિસ સહિત 20 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
વડોદરા અને સુરત ઉપરાંત અમદાવાદમાં પણ લેમીનેટના ઉત્પાદકોને ત્યાં સર્વે શરૂ થયો હતો આ દરમિયાન રાજકોટમાં પણ સીરામીક મશીનરી અને તેનું મટીરીયલ બનાવતા મોરબીના કેડા ગ્રુપના ભાગીદારને ત્યાં આઈટી નું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાનું સૂત્ર એ જણાવ્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ મોરબીમાં ચાઈનીઝ કંપની કેડા પર ડી.જી.જી.આઈ.ના દરોડા પડ્યા હતા જ્યાં છ કરોડથી પણ વધુની રોકડ મળી આવતા આ પ્રકરણમાં હવે ઇન્કમટેક્સ વિભાગ ને પણ ડી.જી.જી.આઈ.એ સમાવેશ કરતાં રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગની ટીમ તપાસ ચલાવીને હોવાની વિગતો મળી છે.