તમે ખાધી કે નહીં ? રાજકોટમાં કોરિએન્ડર’,આઈસ્ક્રીમ’ સહિતની ૮૦ પ્રકારની મળે છે સેન્ડવિચ !!
સેન્ડવિચનો પહેલો ટેસ્ટ કોણે કરાવ્યો ? અફકોર્સ…ઘનશ્યામભાઈએ
એક સમય હતો જ્યારે બે બ્રેડની વચ્ચે `બટેટાની ભાજી’ મુકીને સેન્ડવિચ
તૈયાર કરાતી, હવે તો ચીઝ-બટર સિવાય વાત જ ક્યાં થાય છે ?!

સેન્ડવિચ…આ એક એવી વાનગી છે જેનું નામ સાંભળીયે એટલે ખાધાં વગર રહી શકાતું નથી…૧૯૯૧ પહેલાં સેન્ડવિચ શું એ કદાચ કોઈને ખબર ન્હોતી અને ખબર હોય એવા લોકોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી હતી…આ પછી ઘનશ્યામભાઈ નામના એક વ્યક્તિએ સેન્ડવિચનો સૌથી પહેલો ટેસ્ટ શહેરીજનોને કરાવ્યો હતો. આમ સેન્ડવિચને રાજકોટમાં આવ્યા’ને ૩૩ વર્ષ થઈ ગયા પરંતુ તેની લોકપ્રિયતા અણનમ' તો છે જ સાથે સાથે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વધી રહી છે. આમ તો
વેરિયેન્ટયુક્ત’ વાનગીઓ પીરસવા માટે રાજકોટ ધીમે ધીમે આગેકૂચ કરી રહ્યું છે એટલા માટે સેન્ડવિચમાં અવનવા વેરિયેન્ટ આવવા લાગ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટમાં અત્યારે એક-બે-ત્રણ-ચાર-પાંચ નહીં બલ્કે ૮૦ પ્રકારની સેન્ડવિચ બજારમાં ઉપલબ્ધ છે !!

એક સમય હતો જ્યારે રાજકોટમાં બાફેલા બટેટા-હળદર-મીઠું-થોડું મરચું છુંદીને તેની ભાજી બનાવવામાં આવતી અને પછી તે ભાજીને બે બ્રેડની વચ્ચે મુકી દેવાતી’ને પછી લીલી-લાલ ચટણી અથવા તો સોસ સાથે ખાવામાં આવતી હતી. જો કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વેરાયટી વધતી ગઈ અને અત્યારે કોરિએન્ડર (કોથમીર), આઈસ્ક્રીમ સહિતની વિવિધ પ્રકારની સેન્ડવિચ વેચાઈ રહી છે. વળી, સેન્ડવિચ વાનગી જ એવી છે જેને બનતી જોઈએ એટલે કોઈ એટલે કોઈ જ પોતાની જાતને રોકી શકતું નથી !આપણા રાજકોટ'માં અમુક અમુક સેન્ડવિચની લોકપ્રિયતા એટલી છે જેમાં સૌથી પહેલું નામ લેવું હોય તો ચીઝ ચીલી સેન્ડવિચનું લઈ શકાય...આ સેન્ડવિચ એવી છે જે અંગે નાના બાળકથી લઈ મોટાને પૂછીએ કે તમે ચીઝ ચીલી ખાશો...એટલે ફટાક દઈને હા જ કહી દેશે, ના પાડનારાની સંખ્યા બહુ એટલે બહુ ઓછી જ છે. આમ તો સેન્ડવિચ એ નાસ્તામાં લેવાતી વાનગી છે પરંતુ રાજકોટમાં અનેક લોકો એવા છે જેઓ રાત્રે જમવામાં બે-ત્રણ સેન્ડવિચ
દાબી’ને ઓડકાર ખાઈ લ્યે છે તો અમુક અમુક એવા લોકો પણ જોવા મળે છે જેઓને રાત્રે ૨ વાગ્યે એટલે સેન્ડવિચ ખાવાનું મન થયા વગર રહેતું નથી એટલા માટે નીકળી પડે છે બહાર’ને સેન્ડવિચ ખાવાની પોતાની તલબ' પૂરી કરી લ્યે છે...!! હવે
સેન્ડવિચપુરાણ’ વાંચીને અનેક `ખાઉધરા’ને મનમાં તાલાવેલી જાગશે તેની ગેરંટી પૂરી છે…

ચીઝ ચીલી સેન્ડવિચ ખાશો ? આવું નાના બાળકને પૂછો કે મોટેરાને ફટાક દઈને કહી દેશે કે આવવા દો…!

આઈસ્ક્રીમ સેન્ડવિચ કેવી રીતે બને છે ?
નામ સાંભળીને જ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય તેવી આઈસ્ક્રીમ સેન્ડવિચ પણ લોકોને એટલી જ ફેવરિટ છે. જો કે આ માટે તમારે ઉનાળા સુધી રાહ જોવી પડશે કેમ કે આ સેન્ડવિચનો વધુ ઉપાડ ગરમીની સીઝનમાં જ થાય છે. આ સેન્ડવિચમાં વેનિલા આઈસ્ક્રીમ, બટર માર્ટેલા, ચીઝ સહિતથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત ચોકલેટ સેન્ડવિચ પણ અત્યારે લોકોમાં એટલી જ ફેવરિટ છે.
કોરિએન્ડર સેન્ડવિચમાં શું હોય છે ?
રાજકોટમાં સૌથી પહેલી સેન્ડવિચ શોપ શરૂ કરનાર ઘનશ્યામભાઈના પુત્ર અને હાલ નૂતનનગર મેઈન રોડપર કોટેચા ગર્લ્સ સ્કૂલ સામે આલ્ફા આર્કેડ કોમ્પલેક્સમાં દીપક સેન્ડવિચ નામે દુકાન ધરાવતા મીલનભાઈ જણાવે છે કે કોરિએન્ડર સેન્ડવિચ કે જેનો ભાવ ૧૨૦ રૂપિયા છે તેમાં કોથમીર, કીસમીસ, ચીઝ સહિતની વાનગીનો ઉપયોગ કરી તેના ત્રણ થર બનાવવામાં આવે છે. આ ત્રણેય થર ઉપર અલગ-અલગ વસ્તુ પાથરીને એક સેન્ડવિચ તૈયાર કરાય છે જે એક ખાધાં બાદ બીજી ખાવા માટે કદાચ જ પેટમાં જગ્યા રહેશે…!
રાજકોટના ઘણા લોકો રાત્રે ભોજનમાં બે-ત્રણ સેન્ડવિચ `દાબી’ને ખાઈ લ્યે
છે ઓડકાર, અમુક અમુકને તો રાત્રે ૨ વાગ્યે સેન્ડવિચ ખાવાનો અભરખો !
શહેરમાં અત્યારે સેન્ડવિચના નાના-મોટા ૨૦૦ વેપારી, રોજનો ૧૫૦૦ નંગનો `ઉપાડ’
એક અંદાજ પ્રમાણે રાજકોટમાં અત્યારે સેન્ડવિચના નાના-મોટા ૨૦૦ જેટલા વેપારી પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. આ તમામ દુકાનની મળીને અત્યારે ૧૫૦૦ નંગ જેટલી સેન્ડવિચ વેચાઈ જાય છે અને ખવાઈ પણ જાય છે. આ ઉપરાંત ઘરમાં દરરોજ બનતી અને ખવાતી સેન્ડવિચની સંખ્યા ઉમેરીએ તો આંકડો આકાશને આંબી જાય છે…!
૩૦ રૂપિયાથી લઈ ૨૦૦ રૂપિયા સુધીનો ભાવ
રાજકોટમાં અત્યારે ૮૦ પ્રકારની સેન્ડવિચ મળી રહી છે જેનો ભાવ પણ અલગ અલગ હોય છે. અમુક જગ્યાએ ૩૦ રૂપિયામાં સાદી સેન્ડવિચ મળે છે તો અમુક જગ્યાએ આ જ સેન્ડવિચનો ૫૦ રૂપિયા હોય છે. એકંદરે શહેરમાં અત્યારે ૩૦ રૂપિયાથી લઈ ૨૦૦ રૂપિયા સુધીમાં અલગ-અલગ પ્રકારની સેન્ડવિચ ઉપલબ્ધ હોય છે.
પીત્ઝા-બર્ગરના જમાનામાં સેન્ડવિચ હજુ અણનમ'
રાજકોટમાં અત્યારે પીત્ઝા-બર્ગર-ફ્રેન્ચફ્રાઈસનો ટે્રન્ડ ખૂબ જ જોવા મળી રહ્યો છે આમ છતાં સેન્ડવિચે હજુ તેનું સ્થાન ગુમાવ્યું નથી. એક લાઈનમાં કહીએ તો હજુ સેન્ડવિચનું સ્થાન લોકોના દિલમાં
અણનમ’ રહ્યું છે અને તેને હોંશે હોંશે ઝાપટવામાં આવી રહી છે.