રાજકોટ : મતદારોએ ઢોલનગારા તાલે ગરબે ઘૂમી લોકશાહી પર્વની ઉજવણી કરી
લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે.

સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થતા જ મતદાન મથકો ખાતે મતદારો ઉમટી પડ્યા હતા અને લોકોએ મતદાન માટે કતાર લગાવી જાગૃતતાને દર્શન કરાવ્યા હતા. આ તકે વસંતવાટીકા સહિતની સોસાયટીઓમાં ભાઈઓ-બહેનોએ ઢોલનગારાંના તાલ સાથે રાસ-ગરબે ઘૂમીને મતદાન કરી લોકશાહીના પર્વ માટે અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.