રાજકોટ,અમદાવાદ,સુરત અને વડોદરામાં પોલીસ અને સાહેદો કોર્ટોમાં વિડીયો કોન્ફરન્સથી જુબાની આપી શકશે.
ગાંધી જયંતિથી ગુજરાતના ચાર મુખ્ય શહેરો માટે લેવાયેલો મહત્વનો નિર્ણય
ગાંધી જયંતિથી ગુજરાત રાજયના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની કોર્ટ માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં પોલીસ અને સાહેદોને વિડીયો કોન્ફરન્સથી જુબાની આપવાનું આ ચારેય શહેરોમાં શરૂઆત કરવામાં આવી છે.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી કચેરી દ્વારા માહિતી જાહેર કરી છે કે, આ શહેર જીલ્લામાં જે કોઇ ગુનાઓ નોંધાયા હોય તેમાં કોર્ટોમાં કેસો શરૂ થાય ત્યારે આઇ.ઓ., તપાસનીસ અધિકારી કે અન્ય પોલીસ કર્મચારીઓને કોર્ટમાં જુબાની આપવા જવાનું થતું હોય છે. ઘણાં કેસોમાં અધિકારીઓની બદલીઓ થઇ ગયેલ હોય દુર-દુરથી જુબાની માટે આવવું પડતું હોય ત્યારે ત્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ ન્યાયાલય સમક્ષ હવે જુબાની આપી શકશે જેથી સમયની બચત થશે તેમજ જે તે અધિકારીને તેની ઓફીસ છોડવી પડશે નહિં.ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ કોર્ટ વિડીયો કોન્ફરન્સથી પુરાવા આપવાની કાર્યવાહી સરળ બનાવવા અને કામગીરીની સુવ્યવસ્થિત કરવા પુરાવા લેવાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્ય ઉપરોકત ચારેય શહેરોમાં આ સુવિધા શરૂ થતાં પોલીસ સાહેદોને રાહતરૂપ સાબીત થશે.