જુલાઈમાં દેશ-વિદેશ ૨૩૯૦ મુલાકાતીઓએ ગાંધીજીવન યાત્રાની માહિતી મેળવી
છ વર્ષથી વધુના સમયગાળા દરમિયાન કુલ ૩,૧૨,૨૭૪ લોકોએ રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્માગાંધીએ જ્યાંથી અભ્યાસ કર્યો હતો તેવી મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે શરુ થયેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમની જુલાઈ માસમાં કુલ ૧૪ વિદેશી મુલાકાતીઓ સહિત ૨૩૯૦ મુલાકાતીઓએ મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી હતી.
રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનજયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષની નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયાની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓક્ટોબર-૨૦૧૮માં નાગરિકો માટે ખુલ્લા મુકવામાં આવેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જુલાઇ માસમાં સાઉથ કોરિયાના 3, યુએસએના 10 અને ઓસ્ટ્રેલિયાના 1 સહિત દેશ-વિદેશના કુલ ૨૩૯૦ મુલાકાતીઓએ મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ હતી જેમાં વિવિધ ૧૨ સ્કુલના ૮૦૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ઓક્ટોબર ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ- વિદેશના કુલ ૩,૧૨,૨૭૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.