45 લાખની ઉઘરાણીમાં હોટલ સંચાલકની હત્યા કરી લાશ સળગાવી દીધી
ખંભાલીડા ગામે મળેલી લાશનો ભેદ ઉકેલાયો, પૂર્વ ભાગીદાર સહિત બે પકડાયા,એકની શોધખોળ
ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે યુવાનની હત્યા કરી સળગાવી નાખેલ હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને ખોડલધામ નજીક હોટલ ચલાવતા યુવાનની હત્યામાં સંડોવાયેલ પૂર્વ ભાગીદાર સહિતના બે શખ્સોને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ અને સુલતાનપૂર પોલીસે ઝડપી લીધા હતા. રૂ.45 લાખની ઉઘરાણીમાં પૂર્વ ભાગીદારે હોટલ સંચાલકની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.
ખંભાલીડા ગામે મળેલી લાશ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો જેના આધારે તપાસ કરતાં આ લાશ જેતપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અને ખોડલધામ પાસે હોટલ ચલાવતા રાજુભાઈ હરસુરભાઈ બોદરની હોવાનું બહાર આવતા પોલીસે મૃતક યુવાનના નાનાભાઈ જેતપુરના ખીરસરા ગામે રહેતા મનોજ ઉર્ફે મુન્નાભાઈ બોદરની ફરિયાદને આધારે ગુનો નોંધી રાજેશની હત્યામાં પૂર્વ ભાગીદાર જેતપુર ગામે વેકરીયા નગર મામાદેવના મંદિરની આગળની શેરીમાં રહેતા ફુલાભાઇ ઉર્ફે ફૂલો કેશવભાઇ ધાડાણી અને ભંડારીયા ગામ શંકરના મંદિર પાસે રહેતા અશ્વીનભાઇ ધીરૂભાઇ કોઠીયાની ધરપકડ કરી આ હત્યામાં સંડોવાયેલ જેતપુરના કીશનભાઇ સવજીભાઇ બંગડીવાળાની શોધખોળ શરૂ કરી છે. મૃતક અને ફુલાભાઈ ભાગીદારમાં હોટલ ચલાવતા હતા જેમાં એક વર્ષ પહેલાં ફુલા ભાઈ ભાગીદારીમાંથી છુટા થયેલ હોવ જેના 45 લાખ મરણ જનાર પાસેથી લેવાના હોય જે રૂપિયા મરણ જનાર પાસે અવાર નવાર માંગતા. તે રૂચિ આપતા ન હોય અને રૂપયા આપવાની ના પાડી દીધેલ હોય જેથી ફુલાએ પોતાના સાઢુભાઈ ધીરૂભાઇ કોઠીયા અને તેની વાડીએ કામ કરતાં ખેત મજૂર કીશનભાઇ સવજીભાઇ બંગડીવાળા સાથે મળી રાજેશ ઉર્ફે રાજુ બોદરને રૂપિયા અપાવવાના બહાને ખોલાવી તેની હત્યા કરી લાશને
ખંભાલીડા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ જ્વલનશીલ પ્રવાહી છાટી લાશને સળગાવી નાખી હતી.
કામગીરી કરનાર પોલીસ ટીમ
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જ્યપાલસિંહ રાઠોડના માર્ગદશન હેઠળ એલસીબી પી. આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા,મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, દિગ્વિજયસિડ રાઠોડ, રૂપકભાઇ બોહરા, ધર્મેશભાઇ બાવળીયા, વિરરાજભાઇ ધાધલ, નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, શકિતસિંહ જાડેજા,ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ, ધનશ્યામસિંહ જાડેજા, મેહુલભાઇ સોનરાજ, મહેશભાઇ સારીખડા, કૌશિકભાઇ જોષી સાથે સુલતાનપુર પોલીસ મથકના પીએસઆઈ ડી.પી.ઝાલા,એ.એસ.આઇ. પુરણચંદ્ર સૈની, અનિલભાઇ ધંધુકીયા,દેવાયતભાઇ બારૈયા, મયુરભાઇ સોલંકી, વિજયભાઇ સરીયા, જગદીશભાઇ ગોહેલ, રણધીરસિંહ જાડેજા,શિવભદ્રસિંહ વાધેલા, વિજયભાઇ ઝાંપડીયાએ કામગીરી કરી હતી.