ધ્રોલમાં નિર્દય પિતાએ 4 વર્ષના પુત્રની તળાવમાં ફેકી હત્યા કરી
પાંચ સંતાનોના માંથી છેલ્લું બાળક પોતાનું નહિ હોવાની શંકા પિતાએ આચરેલું કૃત્ય
ધ્રોલમાં એક પિતાએ પોતાના ચાર વર્ષના માસુમ પુત્રને તળાવમાં ફેકી તેની હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આરોપી પિતા સામે પુત્રની હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. ફ્રુટના વેપારીને પાંચ સંતાન પૈકી અંતિમ સંતાન એવા મૃતક પુત્ર પોતાની સંતાન ન હોવાની શંકાથી તળાવમાં ફેકી હત્યા કર્યાનું ખુલ્યું હતું.
ધ્રોલમાં ફ્રુટના વેપારી મુનાભાઇ ભીખાભાઇ સોલંકીનો પુત્ર ક્રિશ્નના છેલ્લા ત્રણ દિવસથી ગુમ હોય પોલીસ તેને શોધી રહી હતી ત્યારે ગુમ થયેલા બાળકની લાશ સ્મશાન પાસેના તળાવ માંથી મળી હતી. પોલીસ તપાસમાં બાળકની હત્યા તેના પિતા મુનાભાઇ દ્વારા જ કરી હોવાનું સામે આવતા પિતાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મુન્નાને પાંચ સંતાન છે. જેમાં મૃતક ક્રિશ્ના સૌથી નાનો પુત્ર હતો. ત્રણ દીકરીએ અને બે દીકરા એમ પાંચ સંતાનમાં સૌથી મોટી પુત્રી સુરેખા (ઉ.વ ૧૧) લીલમ (ઉ.વ 9) શીતલ (ઉ.વ 6)અશોક (ઉ.વ 7) અને અંતિમ ક્રિશ્ના હતો પિતા મુન્ના અને તેની પત્ની લલીતા વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. પાંચ સંતાન પૈકી નાનો પુત્ર ક્રિશ્ના પોતાનો નહિ હોવાની શંકાથી તે લલીતા સાથે અવરનવાર લડતો ઝઘડતો હતો. ઘટનાના દિવસે તેની પત્ની ત્રણ સંતાનો સાથે મોરબી ગઈ હતી. ત્યારે મુન્નો તેના નાના પુત્ર પુત્ર ક્રિષ્નાને લઈને સ્મશાન પાસે આવેલ તળાવએ પહોચ્યો હતો. અને સાંજના સમયે કોઇની નજર ના પડે તેમ બાળકને તળાવમાં ફેકી દીધો હતો. પુત્રની હત્યા બાદ પિતા મુન્નો ત્રણ દિવસ ઘરે પણ આવ્યો ન હતો.
મોરબીથી પરત આવેલ લલીતાને નાનો પુત્ર અને પતિ મુન્નો બન્ને ગુમ હોય શંકા જતા પોલીસને જાણ કરી હતી બીજી તરફ ઘરે આવેલ પતિ મુન્નાને પુત્ર બાબતે પૂછતા તેના ભાઇ સમક્ષ પુત્રની હત્યા કર્યાની કબુલાત આપી હતી. જેને લઈને પોલીસે આરોપી સામે પુત્રની હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.