સાંઢિયા પુલ ઉતરો એટલે ‘રાધે શ્યામ’ની લચ્છી પીવાં ‘હોલ્ટ’ કરવો જ પડે !!
ઉનાળો શરૂ થઈ રહ્યો છે…પેટને ઠંડુ' રાખવા લચ્છીના ગ્લાસ તો ગટગટાવશો જ ને ?
રેલવે કોલોનીના ગેઈટ પાસે ૧ રૂપિયાથી શરૂ થયેલી લચ્છીના ગ્લાસનો ભાવ આજે ૪૦થી ૧૫૦ સુધી પહોંચી ગયો છતાં ટેસ્ટ
નોટઆઉટ’
એક ગ્લાસ પીવો એટલે તરબતર થઈ જાવ એટલી વિવિધ આઈટમનું મીશ્રણ: પીવાં કરતાં બનતી હોય ત્યારે જોવાની લાલચ' પણ અનેરી...!
ક્રિમ-મલાઈ ગ્લાસની બહાર ન છલકાય તો તે
રાધેશ્યામ’ની લચ્છી ન કહેવાય…!

અંગ દઝાડી દેતી ગરમી શરૂ થવાને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. આમ તો ગરમી પડવાનું શરૂ થઈ જ ગયું છે પરંતુ હજુ થાકી-હારી જવાય એવો ઉનાળો શરૂ થયો નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળો શરૂ થાય એટલે કેવું ખાવું, કેવું પીવું તેની ચર્ચાઓ સંભળાવાનું શરૂ થઈ જાય છે ત્યારે ગરમીની વાત આવે એટલે લચ્છી કેવી રીતે ભૂલી શકાય ? ઉનાળામાં પેટને બને એટલું ઠંડું' રાખવું જરૂરી હોય છે નહીંતર તબિયત બગડતાં વાર નથી લાગતી એટલા માટે રંગીલા રાજકોટમાં ચોકે-ચોકે
ઠંડક’ પીરસતી મતલબ કે છાશ-સોડા તેમજ લચ્છી સહિતનું વેચાણ કરતી દુકાનો-રેંકડીઓમાં મેળો જામતો હોય છે એટલા માટે જ કહી રહ્યા છીએ કે ઉનાળો શરૂ થઈ રહ્યો છે એટલા માટે ઠંડક મેળવવા માટે લચ્છીના ગ્લાસ ગટગટાવવા માટે સૌ તૈયાર તો છો ને ?
લચ્છી…આ એક એવું પીણું છે જે નાના બાળકને પણ પસંદ પડે અને મોટેરાને પણ એટલી જ માફક' આવતી હોય છે. લચ્છીને નાપસંદ કરતા હોય એવા લોકો બહુ ઓછા હોય છે. જો કે હવે લચ્છીમાં પણ તરેહ-તરેહના વેરિયેશન એટલે કે વિવિધતા આવી ગઈ છે પરંતુ હજુ સુધી જૂની-પુરાણી લચ્છી તેનો ટેસ્ટ અણનમ રાખીને જ અડીખમ ઉભેલી છે. આવી જ એક લચ્છીની રિક્ષા કે જે સાંઢિયા પુલ ઉતરતા રેલવે કોલોનીના ગેઈટ સામે ઉભી રહે છે.
આ રિક્ષાનું નામ
રાધેશ્યામ લચ્છી’ છે અને તેની લોકપ્રિયતા એટલી છે કે એક વખત અહીં લચ્છી ચાખી ગયેલો માણસ જ્યારે જ્યારે સાંઢિયા પુલ ઉતરે એટલે એક વખત તો તેના વાહનની બ્રેક રાધેશ્યામ લચ્છી'એ હોલ્ટ કરે...કરે અને કરે જ...! છેલ્લા ૪૦ વર્ષથી
રાધેશ્યામ લચ્છી-ગોલા’ના નામે વ્યવસાય કરતાં સલીમભાઈ `વોઈસ ઓફ ડે’ને દાવા સાથે જણાવે છે કે તેમના પિતા રઝાકભાઈએ રાજકોટને પહેલી વખત લચ્છીનો ટેસ્ટ કરાવ્યો હતો. આજથી અંદાજે ૪૫ વર્ષ પહેલાં તેમણે જ્યુબિલી પાસે લચ્છીની રેંકડી શરૂ કરી હતી. એ સમયે તેમણે ૧ રૂપિયાની સાદી તેમજ ૩ રૂપિયાની મલાઈ લચ્છીથી વેપાર શરૂ કર્યો હતો. આ પછી પિતાના પગલે પગલે પાંચ વર્ષ પછી મેં પણ જામનગર રોડ ઉપર રેલવે કોલોનીના ગેઈટ પાસે લચ્છીની રેંકડી શરૂ કરી હતી જેને આજે ૪૦ વર્ષ થઈ ગયા છે. સામાન્ય રીતે ઠંડાપીણાની કોઈ દુકાનમાં લચ્છી વેચાતી હોય એટલે અલગ-અલગ ફ્લેવરની લચ્છી બનતી હોય છે પરંતુ મેં હંમેશાથી ત્રણ જ પ્રકારની લચ્છી જેમાં પીસ્તા-મેંગો-ચોકલેટ જ બનાવવાનો આગ્રહ રાખ્યો છે જે સુપરહિટ નિવડી છે અને દરરોજ ૩૦૦થી વધુ લોકો મારે ત્યાં લચ્છી ગટગટાવી સંતોષનો ઓડકાર ખાય છે.
ત્રણેય ફ્લેવરની લચ્છી કેવી રીતે બને છે ?
સલીમભાઈ જણાવે છે કે તેમને ત્યાં પીસ્તા-મેંગો અને ચોકલેટ એમ ત્રણ પ્રકારની લચ્છી ઉપલબ્ધ હોય છે. ત્રણેય લચ્છીમાં માવો, મલાઈ, સ્પેશ્યલ આઈસ્ક્રીમ, કાજુ-બદામ-પીસ્તા સહિતનું ડ્રાયફ્રૂટ અને દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં લચ્છીનો ભાવ ૪૦, ૫૦, ૭૦, ૧૦૦ અને ૧૫૦ રૂપિયા સુધી હોય છે જેમાં સાદી અને સ્પેશ્યલ એમ બે પ્રકારની લચ્છી હું બનાવું છું.