Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રસ્તો ૧૫૦ ફૂટનો : પાર્કિંગ કરવા માટે ૧ ફૂટ જગ્યા મળી જાય તો ઘણું કહેવાશે !!

Mon, January 8 2024

બાલાજી હોલ નજીક જ્યાં મનપાએ સાયકલ ટે્રક બનાવ્યો છે ત્યાં સાયકલ તો ક્યાંય નથી દેખાતી, દેખાય છે તો
માત્રને માત્ર ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરના ખડકલા !

ઓમ નગર સર્કલે નો-પાર્કિંગ ઝોનમાં વાહનનું પાર્કિંગ, આ દૃશ્ય જોઈને ‘નો-પાર્કિંગ’નું બોર્ડ પણ હસતું હોય છે

રાજકોટનો એક પણ એવો વિસ્તાર નહીં હોય જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જાતી ન હોય…આ સમસ્યા સર્જાવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે પરંતુ સૌથી મુખ્ય કોઈને ગણવું હોય તો ઠેર-ઠેર પાર્કિંગની સુવિધાના નામે મીંડા'ને જ ગણવું પડે...શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે મતલબ કેમહાકાય’ કોમર્શિયલ-રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યા છે પરંતુ સચોટ કહી શકાય તેવી પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં સૌ નિષ્ફળ નિવડ્યા હોય અને વ્યવસ્થા કરાવી શકવામાં મહાપાલિકા તંત્ર વામણું પૂરવાર થઈ રહ્યું હોય લોકો આ સમસ્યામાં વધુને વધુ પીલાઈ રહ્યા છે. આવી જ કંઈક હાલત શહેરના પોશ' ગણાતા ૧૫૦ ફૂટ રિંગરોડની છે જ્યાં જુઓ ત્યાં પાર્કિંગને લઈને અવ્યવસ્થા ઉડીને આંખે વળગી રહી છે.

વોઈસ ઓફ ડે’ દ્વારા ચલાવાઈ રહેલી ઝુંબેશને લોકોમાંથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે તેને દિવસેને દિવસે વધુ સઘન બનાવવામાં આવનાર છે. દરમિયાન ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર કરવામાં આવેલા `રિયાલિટી ચેક’માં પાર્કિંગને લઈને અનેક અવ્યવસ્થા ધ્યાન ઉપર આવી હતી. ખાસ કરીને ૧૫૦ ફૂટ રિંગરોડ પર બાલાજી હોલ પાસે ચેકિંગ કરવામાં આવતાં ત્યાં મહાપાલિકા દ્વારા એક સાઈકલ ટે્રક બનાવવામાં આવ્યો છે અને તે સાયકલ ટે્રક હોવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે સાથે સાથે અહીં નો-પાર્કિંગ હોવાનું બોર્ડ પણ લગાવ્યું છે. જો કે આ બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયુંહોય તેવીરીતે અહીં ટુ-વ્હીલરની સાથે જ ફોર-વ્હીલરની લાઈન લાગેલી કેમેરામાંકેદ થઈ છે. એકંદરે અહીં પાર્ક કરનારા લોકોને નિયમ કે કાયદાની કશી જ પડી નથી તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે !


બાલાજી હોલ પાસે જ અમુક દુકાનો આવેલી છે જ્યાંની ફૂટપાથ ઉપર નો-પાર્કિંગનું બોર્ડ લગાવેલું છે ત્યાં પણ વાહનોના ખડકલા ધ્યાન પર આવ્યા છે. એકંદરે આ પ્રકારે વાહનો પાર્ક થયેલા જોઈને ત્યાં લાગેલું બોર્ડ પણ હસતું જ હોવું જોઈએ !!
ત્યાંથી થોડા આગળ જતાં નાનામવા મેઈન રોડ ઉપર ૩૬૫ દિવસ માટે ફોર-વ્હીલર રસ્તા ઉપર જ પાર્ક થયેલી હોવાનું સ્થાનિક લોકોએ રોષભેર જણાવ્યું હતું. જ્યાં આ ગાડી પાર્ક કરાયેલી છે ત્યાંથી થોડે જ દૂર એક કોમ્પલેક્સ આવેલું છે જ્યાં પાર્કિંગની સચોટ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોએ આ રીતે બહાર વાહન પાર્ક કરવું પડી રહ્યું છે પરિણામે ટ્રાફિકજામ-અકસ્માત સહિતની ઘટનાઓ બની રહી છે.


આ વિસ્તારમાં આર.કે.પ્રાઈમ નામનું કોમ્પલેક્સ આવેલું છે જ્યાં પણ બહાર નો-પાર્કિંગનું બોર્ડ લાગેલું છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં હોસ્પિટલ, ક્લિનિક, બેન્ક સહિતના કાર્યરત છે છતાં ત્યાં પાર્કિંગ સેન્સનો અભાવ લોકોને અકળાવી રહ્યો છે. અહીં તો મોટાભાગે રસ્તા ઉપર ફોર-વ્હીલર જ પાર્ક થયેલી જોવા મળી હતી.

આર.કે.પ્રાઈમ બિલ્ડિંગમાં `લાખેણી’ ઓફિસો ભરચક્ક થઈ ગઈ પરંતુ સેલરમાં ભાગ્યે જ કોઈ વાહન પાર્ક કરવા જતું હોવાની રાવ

તમને પણ સતાવી રહી છે પાર્કિંગની સમસ્યા ? તો આ નંબર ઉપર જણાવો ૯૯૧૩૨ ૮૫૮૦૧
રાજકોટનો કોઇપણ વિસ્તાર એવો નહીં હોય જયા પાર્કિંગની સમસ્યા ન ઉદ્ભવતી હોય ત્યારે `વોઇસ ઓફ ડે’ દ્વારા લોકોની પીડાને તંત્ર સુધી પહોંચાડી તેનો સુચારું ઉકેલ આવે તે દિશામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટના કોઇપણ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને પાર્કિંગને લઇને કોઇ સમસ્યા સતાવી રહી હોય અથવા તો આ સમસ્યા વિશે તેમણે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઇ નિવેડો ન આવી રહ્યો હોય તો હવે આવા લોકો અમારો સંપર્ક સાધી શકશે. તમારે વધુ કંઇજ નથી કરવાનું માત્ર તમને જયા પાર્કિંગની સમસ્યા સતાવી રહી હોય તે સ્થળનો ફોટો તેમજ તમારું નામ અને સમસ્યા જે વિસ્તારમાં સર્જાતી હોય તે વિસ્તારનું નામ સહિતની વિગતો મો.નં.૯૯૧૩૨ ૮૫૮૦૧ ઉપર મોકલી શકાશે. આ પછી તસવીરને અખબારમાં પ્રસિધ્ધ કરી તંત્રનો કાન આમળવામાં આવશે સાથે સાથે બને એટલી ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરાશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સિવિલ હોસ્પિટલમા 1 વર્ષમા સરકારી ખાટલે જનમ્યા 7777 બાળકો

Next

મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા: નરેન્દ્ર મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
16 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
16 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
16 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
16 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

ઘંટેશ્વર પાસે બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતાં પરિણીતાનું મોત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પોરબંદરના દરિયામાંથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું: NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડ્યું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટના સર્વેશ્વર ચોકમાં થશે બદ્રીનાથની થીમ પર ગણપતિ મહોત્સવ… જુઓ સ્પે. સ્ટોરી…
રાજકોટ
2 વર્ષ પહેલા
એરપોર્ટ પર વૃદ્ધ પાસેથી ૬ જીવતાં કારતૂસ મળતાં જ થઈ પડી દોડધામ !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર