હીરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડી શકે એમ ન હોય તો રૂપિયાનું આંધણ કેમ કર્યું ?
હીરાસર એરપોર્ટ મામલે બહુમાળી ભવન ચોકમાં કોંગ્રેસનો હલ્લાબોલ..
નકલી પ્લેનો પર ચલણી નોટો ઉડાડીને કર્યો ઉગ્ર વિરોધ
તાજેતરમાં મળેલી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની રહેલું મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની સુવિધાઓ આપવામાં ટૂંકું પડે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફીસ તેમજ પેસેન્જરોની સુવિધા માટે જરૂરી કામગીરી આ ટર્મિનલ પર સમાવી શકાશે નહીં આથી હાલના તબક્કામાં ૧૫ ઓગસ્ટ સુધી એરપોર્ટનુ નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર જે થશે તે માત્ર ડોમેસ્ટિક ઓપરેશન જ ચાલુ રાખવામાં આવશે.આ સમાચાર બહાર આવતા જ લોકોમાં રોષ છવાયો છે અને તેનો પડઘો કોંગ્રેસે પાડ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા અધૂરા પ્રોજેક્ટમા વડાપ્રધાન મોદીએ ઉતાવળે ઉદ્ઘાટન તો કરી દીધુ પણ હાલની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રવાસીઓને મામા જ બનાવ્યા તેવો ચિત્ર ઉપજ્યુ છે. પ્રજાના ટેક્સના પૈસે ઊભુ કરેલ ૧૪૦૦ કરોડની રકમનું એરપોર્ટના નામે આંધણ કર્યા બાદ ઓથોરિટીને ખબર પડી કે નવા ટર્મિનલ બિલ્ડિંગમા આંતરરાષ્ટીય એરપોર્ટના માપદંડો જ નથી બોલો ! થો
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ કે જો કરોડોના ખર્ચે ડોમેસ્ટિક જ એરપોર્ટ રાજકોટથી ૩૬ કિમી દૂર બનાવવાનો પ્રોજેક્ટ હતો તો રાજકોટ શહેરમા રહેલ જૂના એરપોર્ટમા શુ વાંધો હતો ?
આજે કોંગ્રેસે બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેનો પર નકલી નોટોનો વરસાદ કરી ભાજપ સરકારનો અનોખી રીતે વિરોધ કર્યો હતો કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના આંધણ શા માટે ! અનેકવિધ સ્લોગનના પ્લે કાર્ડ પર”રાજકોટ એરપોર્ટ માત્ર હવા હવાઈ”સૌરાષ્ટ્ર લોકોને મામા બનાવાનું બંધ કરો” જેવા સૂત્રો સાથે એરપોર્ટની વરવી વાસ્તવિકતાઓ રજુ કરી નારેબાજી કરીને હીરાસર એરપોર્ટના ફોટો પર “ચીંગમ” ચોંટાડીને ભાજપ સરકાર તાકીદે એરપોર્ટ સુવ્યવસ્થિત શરૂ કરવા માંગ કરી હતી.
વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપો કર્યા હતા કે અમાદાવાદમાં રહેલ એરપોર્ટ અદાણીનુ હોવાથી તેને ૧% નુ નુકશાન ના પહોચાડવા કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્રવાસીઓને ઘોર અન્યાય કરી રહી છે.આ કાર્યક્રમમાં કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા,કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત,સુરેશ બથવાર,મયૂરસિંહ પરમાર, રણજીત મુંધવા,દિલીપ આસવાણિ,ગૌરવ પૂજારા,રાજુ અમરણિયા,અનિલ રાઠોડ,જગુભા જાડેજા,સેવાદળના પ્રમુખ જીત સોની,યશ ભીંડોરા,એરોન ક્રિસિયન,સુનિલ સોરઠિયા,પ્રદ્યુમન બારડ,રોનક રવૈયા સહિત અનેક કાર્યકારોએ સફળ વિરોધ પ્રદર્શન કર્યું હતું.