હું જ મારો હરીફ… રાજકારણી ન હોત તો બિલ્ડર જ હોત! : જયમીન ઠાકર
જે.જે.કુંડલિયા કોલેજની એ ૠજની ચૂંટણીમાં મેળવેલી જ્વલંત જીતે જયમીન ઠાકર માટે રાજકારણનો પ્રવેશદ્વાર કર્યો મોકળો
૧૯૯૬થી લઇ ૨૦૧૫ સુધી અલગ-અલગ હોદ્દા પર કાર્યરત રહ્યા બાદ ૨૦૧૫માં વૉર્ડ નંબર-૨ના કોર્પોરેટર તરીકે ચૂંટાયા પછી સમાજ કલ્યાણ, આરોગ્ય સહિતની મોભાદાર' કમિટીના ચેરમેનનું પદ શોભાવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ફટાફટ’ નિર્ણય જયમીન ઠાકરનો `સ્ટેટસ સિમ્બોલ’
શહેરીજનોનું જીવન આનંદમય રહે, તમામનું આરોગ્ય સારું રહે, ક્રાઈમ ઘટે, વિદ્યાર્થીઓ પરિવારનું નામ રોશન કરે, શિક્ષણ ક્ષેત્રે `આપણું રાજકોટ’ અવ્વલ બને તેવી ઈચ્છા: રાજકોટમાં જ્યાં ત્યાં ફેંકાઈ રહેલો કચરો, લોકોમાં વધતું વ્યસનનું પ્રમાણ જોઇ દિલ દ્રવી ઊઠે છે
રાજકોટના કોઈ વિસ્તારના લોકોપયોગી કોઈ સુવિધા ઉભી કરવાની હોય એટલે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ કમિટીની બહાલી' જરૂરી બની જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના હાથમાં શહેરના વિકાસનીબાગડોર’ હોય છે એટલા માટે જ આ પદને અત્યંત જવાબદારીભર્યું સાથે સાથે કાંટાળું પણ કહેવામાં આવે છે. રાજકારણ હોય એટલે હરિફ પણ હોવાના જ એ નરી વાસ્તવિક્તા છે ત્યારે આટલી ભારે-ભરખમ જવાબદારીને બારીકાઈથી નીભાવી રહેલા ચેરમેન જયમીન નવનીતભાઈ ઠાકર વૉઈસ ઑફ ડે'ને સ્પષ્ટપણે કહે છે કે હું જ મારો હરિફ બનીને કામ કરું છું એટલા માટે આ જવાબદારી મનેસરળ’ લાગી રહી છે સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે જો રાજકારણમાં મારો પ્રવેશ ન થયો હોત તો હું ચોક્કસપણે અત્યારે બિલ્ડર તરીકે કામ કરી રહ્યો હોત ! આવી જ મુક્તમને થયેલી ચર્ચાઓ અત્રે પ્રસ્તુત છે…\
કોઈ પણ કાર્યક્ષેત્રની શરૂઆત નાના પાયેથી જ થતી હોય છે ત્યારે જયમીન ઠાકર પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માંથી ૧૯૯૫માં જે.જે.કુંડલિયા કોલેજમાં જી.એસ.ની ચૂંટણીમાં પહેલી વખત ઉતર્યા હતા. આ સમયે સ્થિતિ એવી હતી કે ૧૦ વર્ષથી કોલેજનું જી.એસ.પદ એનએસયુઆઈના ફાળે જ જઈ રહ્યું હતું પરંતુ જયમીન ઠાકરે આ પરંપરા તોડી સાથે સાથે જ્વલંત જીત મેળવીને પોતાની રાજકીય ઈનિંગનો સુવર્ણ' પ્રારંભ કર્યો હતો. આ પછી ૧૯૯૬માં તેમનો ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ થયો હતો. શરૂઆતમાં તેમણે સહ કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારબાદ શહેર યુવા ભાજપમાં મંત્રી, સહ મંત્રી તેમજ પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી હતી. બાદમાં શહેર મોરચા સેલના પ્રભારી તરીકે યશસ્વી કામગીરી કરી બતાવી હતી. ૨૦૧૫માં તેઓ વૉર્ડ નં.૨માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.
અત્રે એ નોંધ કરવી જ પડે કે વૉર્ડ નં.૨ એ રાજકોટની વિધાનસભા-૬૯ બેઠકમાં સામેલ છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાણામંત્રી-રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના દિગ્ગજો ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે એટલા માટે વૉર્ડ નં.૨નેહાઈપ્રોફાઈલ’ જ ગણવામાં આવે છે જ્યાંથી જયમીન ઠાકરે પણ શાનદાર જીત મેળવી હતી. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ સમાજ કલ્યાણ સમિતિ, આરોગ્ય કમિટીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે તેમણે આરોગ્યલક્ષી કેમ્પ કરવા તેમજ ગુજરાતમાં સૌથી વધુ મા અમૃતમ કાર્ડ સેવા આપવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કરેલો જ છે સાથે સાથે કોરોનાના કપરા કાળમાં લોકો વચ્ચે રહી લોકસેવા કરેલી છે. તેમણે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે ભૂમિકા ભજવ્યા બાદ હવે ચેરમેન તરીકે કાર્યરત છે સાથે સાથે બિલ્ડિંગ લાઈનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકર કહે છે કે શહેરીજનોનું જીવન આનંદમય રહે, તમામનું આરોગ્ય સારું રહે, ક્રાઈમ ઘટે, વિદ્યાર્થીઓ પરિવારનું નામ રોશન કરે, શિક્ષણ ક્ષેત્રે `આપણું રાજકોટ’ અવ્વલ બને તેવી હંમેશા મારી ઈચ્છા રહેલી છે. જો કે અફસોસ વ્યક્ત કરતાં તેઓ એમ પણ કહે છે રાજકોટમાં જ્યાં ત્યાં ફેંકાઈ રહેલો કચરો, લોકોમાં વધતું વ્યસનનું પ્રમાણ જોવી દિલ દ્રવી ઉઠે છે.
નરેન્દ્રભાઇ મોદી-રમેશભાઇ રૂપાપરા સિવાય મારું કોઇ જ આદર્શ નથી

જયમીન ઠાકરે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓમાં જેમનું નામ લેવાય છે તેવા રમેશભાઈ રૂપાપરા મારા આદર્શ છે. આ બન્ને મહાનુભાવો સિવાય હું કોઈને રાજકીય સ્તરે આદર્શ માનતો નથી.
રાજકોટને લોજિસ્ટિક પાર્ક-ક્નવેન્શન સેન્ટર અપાવવા કોઈ કચાશ નહીં રાખું
સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજકોટને શું આપવા ઈચ્છો છો ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ઠાકરે કહ્યું કે શહેરને લોજિસ્ટિક પાર્ક અને ક્નવેન્શન સેન્ટર મળે તે માટે મારો હંમેશા પ્રયાસ રહ્યો છે. આ બન્ને સુવિધાથી લોકોને તો ફાયદો થશે જ સાથે સાથે મહાપાલિકાને પણ નોંધપાત્ર આવક મળશે. આ ઉપરાંત શહેરના તમામ રાજમાર્ગો જનભાગીદારીથી સીમેન્ટના બનાવવાનો મારો લક્ષ્યાંક છે.
પુત્ર સનદી અધિકારી બને તેવી ઇચ્છા…

જયમીન ઠાકરે એમ પણ કહ્યું કે રાજકારણ એ વારસાગત નથી હોતું એટલા માટે મારો વારસો મારો પુત્ર સંભાળે તેવું હું ક્યારેય માનતો નથી. મારી ઈચ્છા તો હંમેશા એવી જ રહી છે કે મારો પુત્ર સનદી અધિકારી મતલબ કે આઈએએસ અથવા આઈપીએસ બને…અત્યારે તો પુત્ર નવમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે પરંતુ અમારા બધાનો ગોલ તેને અધિકારી બનાવવા પર જ રહેશે.
યુરોપ ટૂર કરવાની ઇચ્છા, કપડાં અને દેશી ભોજન મારી `નબળાઇ’!
જયમીન ઠાકરે શોખ ઉપર પ્રકાશ પાડતાં કહ્યું હું ચીન, દુબઈ સહિતના દેશ ફરી ચૂક્યો છું અને હવે યુરોપ ટુર કરવાની ઈચ્છા છે. જો કે અત્યારે જવાબદારી એટલી હોવાને કારણે આ દિશામાં વિચારી શકું તેમ નથી. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે જીન્સ-ટી શર્ટ સહિતના ફેન્સી' કપડાં અને દેશી ભોજન મારી હંમેશાથીનબળાઈ’ રહેલી છે ! મતલબ કે આ બન્નેને જોઉં એટલે લીધાં વગર રહી શકતો નથી.
