રામનાથપરામાં પતિનો પત્ની ઉપર છરીથી હુમલો
રામનાથપરા મકરબા શેરી મતવા મસ્જી દ પાસે રહેતી રેશ્મા્બેન સિકંદરનોતીયાર (ઉ.વ.૩૦)ને પતિ સિકંદરે ઝઘડો કરીછરીથી હુમલો કરતાં એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રેશ્માકબેનના લગ્ન તેર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીછે.રેશ્મા તેના પિતા સલિમભાઇ સકરીયાણી અને માતા ખેરૂખબેન તેની બાજુમાં જરહે છે.સિકંદર લાંબા સમયથીતેણે હેરાન કરતો હોય અગાઉ પણ મહિલા પોલીસમાં અરજી પણ કરી હતી. રેશ્માની બહેનના લગ્ન હોય માતા ખેરૂનબેન સાથે ખરીદી કરવા ગઇ હતી. આ વાત પતિને ગમી ન હોઇ તેણે રેશ્મા ઉપર છરીથી હુમલો કરી દીધો હતો.
મૈત્રી કરાર કરનાર મહિલાનો આપઘાતનો પ્રયાસ
અન્ય એક બનાવમાં હરિધવા રોડ પર સુખરામનગર-૫માં રહેતીએક મહિના પહેલા જ મૈત્રી કરાર કરનાર વૈશાલીબેન પ્રકાશભાઇ બરાસરા (ઉ.વ.૪૨)એ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૈશાલીએ એક મહિના પહેલા જ પ્રકાશસાથે મૈત્રી કરાર કર્યા છે. આ વાતની જાણ પ્રકાશના સંતાનોને નથી. જો ખબરપડી જશે તો માથાકુટ થશે તેવો ભય લાગતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું