રાજકોટમાં જાહેરમાં થૂંકતા લોકો કેમેરામાં કેવી રીતે પકડાય છે…જુઓ આઈ વે પ્રોજેક્ટની કામગીરી…
વિકસિત ભારતની સકલ્પના સાથે પ્રધાનમત્રીશ્રી નરેદ્રભાઈ મોદી દ્વારા શરુ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનને ઝીલી લઈ રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકોને અભિયાનમા જોડી શહેર, ગ્રામ્ય વિસ્તારો સ્વચ્છ બને તે માટે ખાસ ડ્રાઇવ ચલાવવામા આવી રહી છે. જેમા રાજકોટ મહાનગર પણ અનેકવિધ સફાઈના પગલાઓ લઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનર આનદ પટેલની સૂચનાથી આ અભિયાનમા ડિજિટલ ટેક્નોલોજીનો સહારો લઈ શહેરમા ગદકી ફેલાવતા ઈસમોને સી.સી.ટી.વી. કેમેરા થકી પકડી ઈ- મેમો અને દડની કડક કાર્યવાહી કરવામા આવી રહી હોવાનુ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કટ્રોલ રૂમના નોડલ ઓફિસર વત્સલ પટેલે જણવ્યુ છે.
હાલ ૧૦૦૦ જેટલા કેમેરા દ્વારા શહેરના મુખ્ય પોઈન્ટ પર કચરો ફેકી ગદકી કરતા અને પિચકારી મારી રોડ ગદા કરતા લોકોને પકડવાની સઘન કામગીરી કરી રહ્યુ છે. ૩૦ ઓક્ટોબર થી ૩ ડીસેમ્બર સુધીમા જાહેરમા થુક્તા, કચરો નાખતા ૧૩૭, જાહેરમા કચરો સળગાવતા ૪૦, જાહેરમા કચરો નાખતા કે સળગાવતા પકડાયેલ સફાઈ કામદારો ૧૮ મળીને કુલ ૧૯૫ લોકો વિરુદ્ધ ઈ-મેમો, દડ ની કાર્યવાહી કરવામા આવી છે, વર્ષ ૨૦૧૬ થી હાલ સુધીમા ૨૯૨ જેટલા પોઇન્ટ પર કુલ ૨૬,૮૮,૩૫૦ રૂ. ના ૯,૨૩૯ ચલન ઈશ્યુ કરાયાનુ વત્સલ જણાવે છે.

ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કટ્રોલ સેન્ટરની કામગીરી
રાજકોટમા આઈ-વે પ્રોજેક્ટ હેઠળ પી.ટી.ઝેડ ટાઈપના ૧૯૨, એ.એન.પી.આર. ૭૭, આર.એલ.વી.ડી. ૨૭, ૩૬૦ ડિગ્રી ના ૮, ડોમ કેમેરા ૧૦, સ્માર્ટ બસસ્ટેન્ડ પર ૪૦ તેમજ ફિક્સ કેમેરા ૫૭૪ મળી ૧૦૦૦ જેટલા કેમેરાનુ નેટવર્ક કાર્યરત છે. ૧૫૦ ફુટ રિગ રોડ પર, નાના મૌવા સર્કલ પાસેની કોર્પોરેશનની ઓફિસ ખાતેથી ત્રણ શિફ્ટમા સેન્ટ્રલી મોનીટરીંગની કામગીરી કરવામા આવી રહી છે.
આ કામગીરીમા મુખ્યત્વે સફાઈ કામદારોની હાજરી, સફાઈ કામગીરીનુ મોનીટરીંગ, યોગ્ય રીતે કચરાનો નિકાલ, ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ, ખાનગી કે સરકારી જગ્યા આસપાસ ન્યુસન્સ પોઈન્ટ કેમેરાની મદદથી મોનીટરીંગ કરવામા આવે છે. કમિશ્નરશ્રીના આદેશથી રોડ પર પાન ખાઈ પિચકારી મારતા લોકોને શોધી કાઢવાની કામગીરી પણ સામેલ કરવામા આવી છે.ૂકેમેરામા ગદકી કરતા કોઈ પકડાય તો તેઓને રૂ. ૨૫૦ અને પિચકારી મારતા વાહન ચાલકોને જી.પી.એમ.સી. એક્ટ હેઠળ રૂ. ૨૦૦ નો ઈ-મેમો આપવામા આવે છે. જે તેઓએ નજીકની વોર્ડ ઓફિસ કે ઓનલાઇન ભરવાનો રહેતો હોઈ છે. દિવસ ૭ મા આ રકમ ન ભારે તો સેનીટરી ઇન્સ્પેકટર તેમના ઘરે જઈ રૂ. ૧૦૦૦ વસુલે છે. દડ સાથોસાથ હાલ આ લોકોને સમાચાર માધ્યમોમા ફોટો સાથે હાઈલાઈટ કરવામા આવતા સામાજિક શરમને કારણે લોકો ગદકી કરતા ડરી રહ્યા હોવાનુ પટેલે જણાવ્યુ છે.

સૌથી વધુ ગદકી ફેલાવતા વિસ્તાર
સ્માર્ટ સીટી હેઠળ આઇવે પ્રોજેક્ટ અતર્ગત લગાવેલા કેમેરા થકી સી.સી.ટી.વી. ના મોનીટરીંગમા આવેલા ડેટા સર્વે મુજબ માર્કેટયાર્ડ, પેડક રોડ, એરપોર્ટ ફાટક, પી.ડી.એમ. ફાટક, આજીડેમ ચોકડી, આશાપુરા મદિર રોડ, ભક્તિનગર સર્કલ, ભગવતી પરા, ચામુડા ચોક, ઢેબર ચોક, ગુરુ પ્રસાદ ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ઇન્દિરા સર્કલ, જડુસ ચોક, જિલ્લા ગાર્ડન ચોક, જામ ટાવર ચોક, કાતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક અને સૌથી વધુ કે.કે.વી. ચોકમા ગદકી કરતા કરતા માલુમ પડ્યુ હોઈ સબધિત વિસ્તારના લોકોને ઈ-ચલન તેમજ દડ વસુલ કરાયા છે.
સફાઈ માટે ટોલ ફ્રી નબર
સફાઈ અગે ફરિયાદ માટે ટોલફ્રી નબર ૧૮૦૦ ૧૨૩૧૯૭૩ કે વોટ્સએપ ચેટબોટ નબર ૯૫૧૨૩ ૦૧૯૭૩ ના માધ્યમથી લોકો ફરિયાદ કરી શકે છે. ગ્રિવન્સ રિસ્ટોરેશન સોફ્ટવેર એપની મદદથી આ ફરિયાદનુ નિરાકરણ સેનેટરી વિભાગ દ્વારા કરવામા આવે છે. જે તે વિસ્તારમા વોર્ડ ઓફિસ દ્વારા સફાઈ કરાયા બાદ ફરિયાદીને મેસેજ આવે તે બાદ જ આ ફરિયાદ ક્લોઝ થાય છે. આ એપ સિસ્ટમ માટે મહાનગરપાલિકાને એવોર્ડ્સ પણ મળ્યા છે.
