રાજકોટની 5000 મળી રાજયની 39,000 શાળાઓમાં શિક્ષણ કેવું ચાલે છે? 30મીથી મૂલ્યાંકન
ગુણોત્સવ 2.0 અંતર્ગત 30 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી 2025 સુધી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં એક્રેડીટેશન
રાજકોટ સહિત રાજ્યની તમામ શાળાઓનું વર્ષ 2024- વર્ષ 2025 સ્કૂલ એક્રેડિટેશન અંતર્ગત 30 મી ડિસેમ્બર થી મૂલ્યાંકન કામ શરૂ થશે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મૂલ્યાંકન કરાશે.ગુણોત્સવ 2.0 માટે પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને માર્ગદર્શિકા પણ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં કુલ ચાર તબક્કામાં સ્કૂલ એક્રેડીટેશન કામગીરી હાથ ધરાશે.

રાજકોટની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની આખરે 5000 જેટલી શાળાઓ માં આ મૂલ્યાંકન થશે જેમાં શાળાઓમાં શિક્ષણ અને વહીવટ કઈ રીતે ચાલે છે? જેનું નિરીક્ષણ કરવામાં આવશે. આ મૂલ્યાંકનમાં શાળાઓમાં ક્લાસરૂમ, રાજ્યકક્ષાએથી મળતા ડેટા આધારિત મૂલ્યાંકન અને ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે છે કુલ એક્રેડિટેશનમાં શાળા અને સીઆરસી કક્ષાએ કરવાની કામગીરી નો સમય ગાળો તારીખ 30 ડિસેમ્બર થી શરૂ કરી 18 જાન્યુઆરી 2025 સુધીમાં આ કામગીરી પૂરી કરી ડેટા સબમીટ કરવાનો છે.
આ કામગીરી અસરકારક થાય તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં એક દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી. એકંદરે રાજ્યમાં ચાલતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને મૂલ્યાંકન આપવાનો હોય છે. રાજકોટની 5000 મળી કુલ 39000 શાળાઓમાં મૂલ્યાંકન ડિસેમ્બર થી શરૂ થશે.