મ્યાનમાર અને થાઇલેન્ડમાં ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન શરૂ
રાજકોટ જિલ્લાના નાગરિકો ૦૨૮૧- ૨૪૭૧૫૭૩ પર ફસાયેલા લોકોની વિગતો મોકલી શકશે
રાજકોટ : મ્યાનમાર અને થાઈલેન્ડ દેશમાં ૭.૭ની તીવ્રતાના ભૂકંપ આવતા વ્યાપક ખાનાખરાબી થઇ છે ત્યારે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટ દ્વારા મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના લોકોની જાણકારી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકોને હેલ્પલાઈન નંબર ૦૨૮૧- ૨૪૭૧૫૭૩ ઉપર ફસાયેલા લોકોનું નામ, રાજકોટ તેમજ મ્યાનમાર કે થાઇલેન્ડનું સરનામું, તાલુકાનું નામ, રાજકોટ ખાતેના તથા મ્યાનમાર કે થાઇલેન્ડ ખાતેના ફોન નંબર સહિતની વિગતો મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે, શનિવારે સાંજ સુધીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સમક્ષ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ફસાયેલા લોકો સંદર્ભે એકપણ કોલ આવ્યો ન હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.