Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

 હીટવેવ ઇફેક્ટ ! 200 મતદાન મથકોએ કુલર મુકાશે

Thu, May 2 2024

જિલ્લાના 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે, મતદાન મથકોએ ઓઆરએસ અને મેડિકલ કીટ પણ ઉપલબ્ધ રખાશે

તમામ મતદાન મથકો ઉપર ઓઆરએસ અને મેડિકલ કીટ રાખવાની સૂચના, મતદારો વધુ હોય તેવા બુથ ઉપર રિઝર્વ સ્ટાફને પણ કામે લગાડાશે : તૈયારીઓ સંદર્ભે સ્થાનિક અધિકારીઓ સાથે સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક યોજતા જિલ્લા કલેકટર પ્રભવ જોશી

રાજકોટ : આગામી લોકસભા ચૂંટણી સમયે જ હિટવેવની સંભવના જોતા રાજકોટ લોકસભા બેઠક ઉપર ગરમીના કારણે મતદાન ઘટે નહિ તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. બુધવારે જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓ સાથે સતત સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. જેમાં 200 બુથ ઉપર કુલર મુકવા તેમજ 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

હીટવેવની સ્થિતિ જોતા જિલ્લા કલેકટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બુધવારે બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મતદાન મથકો, રીસીવીંગ એન્ડ ડીસ્પેચીંગ સેન્ટર, બાંધકામ સાઈટ વગેરે સ્થળોએ છાંયડો, ઓ.આર.એસ., પીવાનું પાણી વગેરે જેવી મૂળભૂત વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરે તાકીદ કરી હતી.   રાજકોટ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં લુ લાગવાના કે હીટ વેવ સંબંધિત અન્ય કોઈ પણ બનાવોની તરત જ વહીવટી તંત્રને જાણ કરવા કલેક્ટરએ અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને છાશ,પાણી, શરબત વગેરેની વ્યવસ્થા ગોઠવવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, પ્રાંત અધિકારીઓ તથા ડીસ્ટ્રીકટ હીટ એક્શન ટાસ્ક ફોર્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા મુજબ કુલ 200 બુથ ઉપર કુલર મુકવામાં આવશે. જેથી ચૂંટણી સ્ટાફ તથા મતદારોને ગરમી ન લાગે. આ ઉપરાંત 1092 બુથ ઉપર માંડવા નાખીને છાંયડા કરવામાં આવશે. વધુમાં તમામ બુથ ઉપર ઓઆરએસ, મેડિકલ કીટ રાખવામાં આવશે. ડીસ્પેચિંગ સેન્ટર ઉપર મેડિકલ ટીમને પણ તૈનાત રાખવામાં આવશે. જ્યાં મતદારોની સંખ્યા વધારે હશે તેવા મતદાન મથકો ઉપર રિઝર્વ સ્ટાફને કામે લગાવવામાં આવશે. વધુમાં એનસીસી વોલિયન્ટર્સની પણ મતદાન મથકો ઉપર મદદ લેવામાં આવશે.

ચૂંટણી માટે 250 વાહનો દોડાવાશે

લોકસભા ચૂંટણીમાં મતદાનના આગલા દિવસથી સ્ટાફને મતદાન મથકે પહોંચાડવા માટે 98 એસટી બસ તેમજ ખાનગી 150 વાહનોનો ઉપયોગ કરવામાં આવશે સાથે જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે ડીસ્પેચિંગ વેળાએ ચૂંટણી સ્ટાફને ગરમીથી રાહત મળે તે માટે કોર્પોરેશન પાસેથી 20 ઇલેક્ટ્રિક એસી બસો પણ માંગવામાં આવી છે જે ચૂંટણી કામે ઉપયોગમાં લેવામાં આવશે.

સુરક્ષા દળોની 6 કંપનીઓ આવી ગઈ

લોકસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે શહેર અને જિલ્લામાં સુરક્ષા દળોની 6 કંપનીઓ આવી ગઈ છે. જિલ્લા કલેકટર જોશીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં બીએસએફની 2 અને રેલવે પ્રોટેક્શનની 1 કંપની આવી છે. જ્યારે શહેરી વિસ્તારમાં બીએસએફની 2 અને સીઆરપીએફની 1 કંપની આવી ગઈ છે. એક કંપનીમાં 80 જવાનો હોય છે.

Share Article

Other Articles

Previous

દેશના વિકાસમાં ક્ષત્રિયોના બલિદાનને ભૂલી શકાય નહીં : મોદી

Next

અટલ સરોવરે રાજકોટને કર્યું ઘેલું: બે દિ’માં ૧૫,૦૦૦થી વધુ ઉમટ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી : ભાવનગરના જેસરમાં 11, પાલીતાણા-સિહોરમાં 10 અને મહુવામાં 9 ઈંચ વરસાદ
ગુજરાત
9 મહિના પહેલા
પાકિસ્તાનમાં ગંભીર ટ્રેન દુર્ઘટના: ૧૫ મૃત્યુ, ૫૦ ઘાયલ
પાકિસ્તાનમાં ગંભીર ટ્રેન દુર્ઘટના: ૧૫ મૃત્યુ, ૫૦ ઘાયલ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
આંબેડકર અંગે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન વિરુદ્ધ દેશભરમાં આંદોલન ચલાવવામાં આવશે : બસપાના વડા માયાવતીની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શું તમારે પણ નવરાત્રી પર બનાવવી છે AI ઇમેજ : ગરબા લુકથી લઈને દુર્ગા પૂજા સુધી Google Gemini પર આ 9 પ્રોમ્પ્ટ્સ લખી બનાવો આકર્ષક ફોટો
ટેક ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર