શીતલ પાર્ક મેઈન રોડ પર ૮૫ કરોડની જમીનમાં ખડકાયેલા ૨૨ ઝૂપડા દૂર
મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશન ઝુંબેશ યથાવત રાખવામાં આવી હોય દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં બૂલડોઝર ધણધણાટી બોલાવતું જ હોય છે. આવું જ એક ડિમોલિશન મોચીનગરની બાજુમાં શીતલ પાર્ક મેઈન રોહ ઉપર ટીપી સ્કીમ નં.૯ના પ્લોટમાં કરવામાં આવ્યું હતું. આ પ્લોટની કિંમત ૮૫.૭૪ કરોડની છે અને તેને વાણિજ્ય વેચાણ હેતુ મતલબ કે કોમર્શિયલ બિલ્ડિંગ માટે અનામત રાખવામાં આવ્યો હતો જેના ઉપર ૨૨ જેટલા કાચા-પાકા ઝુપડા ઘણા લાંબા સમયથી ખડકાઈ ગયા હોવાનું ધ્યાન પર આવતાં જ ટીપી શાખાએ તેને તોડી પાડી ૧૯૦૫૪ ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી હતી.