જાહેર રસ્તા ઉપર ગાયો દોડવાનારનું શૂટિંગ ઉતારનાર યુવાન સાથે માથાકૂટ
ગાંધીગ્રામના ભારતીનગર વિસ્તારનો બનાવ, બે શખ્સોની શોધખોળ
ગાંધીગ્રામ લાખના બંગલાવાળા રોડ પર બે શખ્સો ગાયોને જાહેર રસ્તાધ પર દોડાવીને નીકળતાં વિડીયો શૂટિંગ ઉતારનાર મોબાઇલ શોપ ચલાવતા મોહિત ધીરૂભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨) સાથે બે શખ્સોએ વિડીયો શૂટિંગ ઉતારવા બાબતે ઝગડો કરી ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોબાઈલની દુકાન ચલાવતો મોહિત ચોહાણ દુકાન વધાવી પોતાનું ટુવ્હીોલર ચલાવી ઘરે જઇ રહ્યો હતો ત્યાબરે ભારતીનગર-૪માં બે શખ્સે બાઇક પર હતાં અને ગાયોને બેફામ રીતે જાહેર રસ્તા પર દોડાવીને નીકળતાં મોહિતે તેનો વિડીયો મોબાઇલ ફોનથી ઉતારતાં આ શખ્સોનએ શું કામ વિડીયો ઉતારો છો? તેમ કહેતાં મોહિતે બન્નેને આ રીતે તમે શું કામ ગાયો રસ્તાો પર દોડાવો છો? કોઇ રાહદારીને કે વાહનચાલકને ઢીંક મારી દેશો તો? બંને શખ્સોએ ઉશ્કેતરાઇ ગાળો ભાંડી વિડીયો ઉતારવાનું બંધ કરવાનું કહેતાં છતાં મોહિતે વિડીયો ઉતારવાનું ચાલુ રાખતા બન્ને શખ્સોએ ઝપાઝપી કરી મોહિતનો મોબાઇલ પછાડી દીધો હતો.
બન્ને સખસોએ મોહિતને ધમકી આપી હતી. જેમાંથી એક શખ્સેલ પોતાનું નામ ગોપાલ હોવાનું જાણવા મળ્યું હોય આ બાબતે મોહિતે ૧૦૦ નંબરમાં ફોન કર્યો હતો અને બે મિત્રોને સાથે રાખી ગાંધીગ્રામ પોલીસ સ્ટેમશને ફરિયાદ નોંધાવી હતી.
