મહિલા પોલીસને બદલી અને નોકરી મુકવા સાસરિયાનો ત્રાસ
છેલ્લા દોઢ વર્ષથી પતિ સાસરિયાનો જુલમ સહન કરતા મહિલા હેડ કોન્સ્ટેબલે અંતે ફરીયાદ નોંધાવી
રાજકોટના મહિલા પોલીસ કોન્ટેબલને પતિ સહિતના સાસરિયા દ્વારા બદલી કરાવવા અથવા નોકરી છોડી દેવા ધમકી આપી ત્રાસ આપતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
રાજકોટના રામનાથ પરા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સેજલબેન રણજીતભાઇ સાંખટે નોંધાવેલી પોલીસ ફરીયાદમાં ગીરગઢળાના પડાપાદર રહેતા પતિ રણજીતભાઇ દાનાભાઇ સાંખટ,સાસુ દમુબેન વા ઓ દાનાભાઇ સાંખટ,દિયર અનિલભાઇ દાનાભાઇ સાંખટ અને માસીજી સાસુ મુંબઈ રહેતા પીઠીબેન ઉર્ફે પ્રવિણાબેન માધુભાઇ વાજાનું નામ આપ્યું છે. સેજલબેનના લગ્ન જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયેલા છે.અને આ લગ્ન જીવનથી સંતાનમા એક દિકરો અનુજ (ઉ.વ છ માસ) છે અને જે હાલ તેમની પાસે છે. લગ્નબાદ પતિ સાથે સયુક્ત પરીવારમા તાલુકો ગીરગઢળા ગામ પડાપાદર ખાતે સાસુ-સસરા તથા જેઠ-જેઠાણી અને દિયર સાથે ત્રણ માસ રહેલ તે દરમિયાન પિયરવાળા આણુ તેડવા આવેલ ત્યારે પતિએ મારી સાથે ઝઘડો મારમાર્યો હતો અને મારા પરીવારના સભ્યો સાથે ઝઘડો કર્યો હતો. બાદમા રાજકોટ નોકરી ઉપર હાજર થયા બાદ સરકારી ક્વાટર્સ હોવા છતા પતિને સરકારી ક્વાટર્સમાં રહેવું ન હોય રેલનગરના ભાડાના મકાનમાં રહેવા આવેલ પતિ રણજીત દ્વારા સેજલબેનને અવાર-નવાર રાજકોટથી બદલી કરવા બાબતે માનસીક ત્રાસ આપતા અને બદલી થાય તો નોકરી મુકિ દેવા માટે ધમકી આપતા તેમજ પતિએ સેજલબેન પાસે જીલ્લા બદલીનો પ્રેશરથી રીપોર્ટ મુકાવેલ તેમજ પતિના ક્રેડીટ કાર્ડમાં ૭૦,૦૦૦ હજારની રકમ ચઢીજતા તે સેજલબેને ભરી હતી. મહીલા પોસ્ટે દ્વારા રણજીતભાઈને બોલાવી સમજાવવા છતા બદલી કરાવવા અને ભવિષ્યમા નોકરી પણ મુકવી પડશે તેવી ધમકી આપતા અંતે સેજલબને પોલીસ ફરીયાદ નોંધાવી હતી.