હાશ..!ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂરી
ધોરણ 12 સામાન્ય પ્રવાહની 17 માર્ચે પરીક્ષા પુરી થશે: 10માંના વિદ્યાર્થીઓ માટે વેકેશન શરૂ,સાયન્સના છાત્રો ગુજકેટની તૈયારીમાં
ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂરી થઇ છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં હવે અમુક પેપર બાકી હોવાથી જે 17 માર્ચના રોજ પૂરી થશે જોકે મહત્વપૂર્ણ પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ પૂરી થઈ ચૂકી છે. સોમવારે દસ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની મહત્વપૂર્ણ પરીક્ષા સાથે આખા વર્ષની મહેનતનો નીચોડ ત્રણ કલાકના પેપરમાં આપ્યો હતો. આ વર્ષે જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી હેઠળ એક પણ કોપી કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયો નથી.
ધોરણ 10 માં ગઈકાલે સંસ્કૃત અને દ્વિતીય ભાષા જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ કોમ્પ્યુટરની પરીક્ષા લેવાય હતી. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ આજથી વેકેશનની રજાનો આનંદ લેશે. જ્યારે ધોરણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આગામી ગુજકેટની પરીક્ષાની તૈયારીમાં લાગી જશે. બોર્ડની પરીક્ષામાં તમામ પેપરો પ્રમાણમાં સરળ રહેતા વિદ્યાર્થીઓને હાશકારો થયો હતો, ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના મહત્વના વિષયના પેપરો સરળ અને ટેક્સબુક આધારિત રહ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ, સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ અને સંસ્કૃત જેવા વિષયોની પરીક્ષા બાકી છે.
સંસ્કૃતનું પેપર સરળ પણ ભાષાકીય ભૂલ વધુ
ધોરણ 10 માં ગઈકાલે સંસ્કૃતની પરીક્ષા સામાન્ય રીતે એવરેજ રહી હતી. સંસ્કૃતના પેપરમાં બોર્ડ દ્વારા પ્રશ્નપત્રમાં થોડી ભૂલો રહી હોવાથી વિદ્યાર્થીઓને મૂકેલી પડી હતી. સંસ્કૃત વિષયના તજજ્ઞ શિક્ષિકા સોનલબેન જણાવ્યું હતું કે, આ પેપરમાં 49 માં પ્રશ્નમાં કૃદંત જે પૂછવામાં આવ્યું હતું જેમાં જે તે શબ્દ નીચે અન્ડરલાઇન ના આપી હોવાથી વિદ્યાર્થીઓને કયા શબ્દમાંથી વાક્ય બનાવું આ ઉપરાંત સમાસ અને સમાનાર્થીમાં ભાષાકીય પ્રિન્ટ જોવા મળી હતી.