ટેક્સચોરી કરી સરકારને ચુનો લગાડનાર રાજકોટનાં 4 પાન-મસાલાની એજન્સીઓ પર જીએસટીનાં દરોડા
રાજકમલ,અલકા,જેનિસ, પટેલ એજન્સીઓને તવાઈ:રાજકોટ ટીમને અંધારામાં રાખી અમદાવાદનાં અધિકારીઓનું ઓપરેશન
રાજકોટના સ્થાનિક જીએસટીની ટીમ ને અંધારામાં રાખી ફરી એક વખત ગુજરાત જીએસટી એન્ફોર્સમેન્ટએ ચારથી વધુ પાન મસાલાની એજન્સીઓને ત્યાં દરોડા પાડતા પાન વેપારીના ધંધાર્થીઓમાં ચિંતા પ્રસરી છે. સરકારને ટેક્સના ચૂકવવી તિજોરી ને ચૂનો લગાવનાર રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આવેલી એજન્સીઓ પર તવાઈ ઉતારી છે.
મળતી વિગતો અનુસાર કરણપરામાં આવેલી રાજકમલ એજન્સી, મવડી વિસ્તારમાં આવેલી પી પટેલ એજન્સી,અલકા સેલ્સ,જેનિસ સેલ્સ સહિત એજન્સીઓ પર જીએસટી વિભાગની ટીમ ત્રાટકી હતી. અઠવાડિયાની શરૂઆત સાથે જ જીએસટી વિભાગ એક્શનમાં આવ્યું છે અગાઉ પણ દેશના જાણીતી ગુટકા કંપની પર દરોડા પાડ્યા હતા, ત્યારબાદ રાજકોટમાં એક સાથે સામૂહિક ધોરણે હોલસેલરના વેપારીઓની ઓફીસ,ઘરો પર તપાસ હાથ ધરી છે,અત્યાર સુધીમાં ટેક્સચોરીના દસ્તાવેજોના હિસાબોની ચકાસણી થઈ રહી છે.