ન્યારા પાસે નવી જેલનું ભૂમિપૂજન
રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ સહિતની ઉપસ્થિતિ
રાજ્યના જેલ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા ન્યારા પાસે નવા જેલ બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રાજકોટની સેન્ટ્રલ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી નવી જેલ બનાવવા માટે કલેક્ટર સમક્ષ જમીનની માંગણી કરવામાં આવી હતી. જે અંગે સર્વે કર્યા બાદ રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપતા રાજ્ય સરકારે કલેક્ટરની દરખાસ્તને મંજૂરીની મહોર મારી દીધી છે.ત્યારે રાજકોટની ભાગોળે ન્યારા પાસે સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી મધ્યસ્થ જેલ બનવા જઈ રહી છે.રાજકોટની સેન્ટ્રલ જેલમાં ૧૨૩૬ કેદીઓ રાખવાની ક્ષમતા છે. જેની સામે અત્યારે સેન્ટે્રલ જેલમાં ૨૨૦૦ કેદીઓ રાખવામાં આવ્યા છે.
સેન્ટ્રલ જેલમાં કેદીઓને રહેવા માટેની ૫૨ બેરેક પણ કેદીઓ માટે ઓછી પડી રહી છે.જેથી હવે ન્યારા પાસે ૬૦ એકર જમીનમાં નવી સેન્ટે્રલ જેલ બનાવવા આવી છે. અને તેનું રાજ્યના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ અને તેમના પત્ની દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેલ અધિક્ષક રાઘવ જૈન અને અન્ય અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.