પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ અને PMJY કાર્ડ ધારકો માટે ગ્રીન કોરિડોર શરૂ
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે આભાકાર્ડ અને PMJY કાર્ડ ધારકો માટે ગ્રીન કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.આ ગ્રીન કોરીડોરમાં કાર્ડ ધારકો દર્દીઓને ફીમાં ફાઈલ કાઢી આપવામાં આવશે જે ગ્રીન ફાઈલ તેઓ ઓપીડી કે દવા દવા બારી પર દેખાડશે તો તેમને લાઈનમાં ઉભા રહ્યા વગર પ્રથમ સારવાર અને દવા આપવામાં આવાની છે.ઉપરાંત આ ફાઈલ દર્દીઓ ઓનલાઇન એપ્લિકેશન મારફત પણ કઢાવી શકશે. જેથી કાર્ડ ધારક દર્દીને લાઈનમાં ઉભું રહી હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.