મનીષાબેન । પ્રેમલગ્ન કર્યા, પતિએ તરછોડી… હાર માન્યા વગર બન્યા આત્મનિર્ભર
સ્ત્રીનું સશક્ત હોવું એટલે રોક-ટોક વગરનું સ્વચ્છંદ જીવન જીવવું એમ નહીં, સ્ત્રીનું સશક્ત હોવું એટલે સન્માનનીય આત્મનિર્ભર જીવન જીવવું, સ્ત્રી વાત્સલ્યની મૂર્તિ છે. તેની આંખોમાં અમી છલકાતું હોય છે. સમાજનાં અને દેશના નિર્માણ તેમજ ઘડતરમાં તેનો મહત્વ નો ફાળો રહેલ છે. બાળકોમાં સંસ્કાર સિચન મા જ કરે છે. નારીનું જીવન સેવા, સ્નેહ, સહનશી લતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. કોઈ પણ ક્ષેત્રને લઈ લો.દરેક ક્ષેત્રમાં એક નારીનું યોગદાન તમને જોવા મળશે જ.આજે દરેક નારી આત્મનિર્ભર બની રહી છે.

ભલે તે નાનુ કામ કરતી હોય કે મોટુ કામ કરતી હોય પણ તે આત્મનિર્ભર બનવા તરફ પ્રયાસ કરી રહી છે. રાજકોટની એક એવી મહિલા જેણે સંઘર્ષ કરી પોતને આત્મનિર્ભર બની પુત્રીનો ઉછેર કરી સારું શિક્ષણ આપ્યું. રાજકોટમાં રહેલા મનીષાબેનની કહાની સાંભળીને કઠણ હદયના વ્યક્તિને પણ રડવુ આવી જાય તેવી કહાની છે. મનીષાબેન કે જેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે ગાંઠીયા-પુરી-શાકની રેકડી રાખી નાનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

થોડા વર્ષો પહેલા મનીષાબેને પ્રેમ લગ્ન કર્યા હતા.પણ પ્રેમ લગ્ન સફળ થયા નહી.લગ્નના થોડા વર્ષોમાં જ તેમના પતિએ તેમને તરછોડી દીધા છતાં પણ મનિષાબેને હાર માની નહી મનિષાબેને કોઈના પર બોજો બનવાના બદલે તેને પોતાની અને પોતાની દિકરીની જવાબદારી માથે ઉપાડી લીધી. પોતાનું અને પુત્રીનું ગુજરાન ચલાવવા મનિષાબેને આત્મનિર્ભર બની સિવિલ હોસ્પિટલની નજીક નાસ્તાની રેકડી શરૂ કરી મનિષાબેન ગરમા ગરમ ગાંઠિયા અને પુરી-શાક લોકોને ખવડાવે છે. મનિષાબેન બધુ જ જાતે બનાવે છે અને તેઓ લોકોને સ્વાદિષ્ટ નાસ્તો કરાવે છે. યત્ર તુ નાર્ય: પૂજ્યન્તે તત્ર દેવતા… અર્થાત, જ્યાં નારીની પૂજા કરવામા આવે છે, ત્યાં દેવતાઓને નિવાસ કરે છે. ઉપરોકત, વિધાન જ નારીનું મહત્વ દર્શાવે છે. તેમને સન્માન પ્રદાન કરે છે. સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે એટલો જ પ્રગતિશીલ અને વિકસિત હોય છે. પરિવાર અને નિર્માણમાં નારીનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે.

સિવિલ હોસ્પિટલ પાસે નાસ્તાની રેંકડી શરૂ કરી પુત્રીને ભણાવવા સાથે ગુજરાન ચલાવે છે
કોઇના પર નિર્ભર રહેવા કરતાં આત્મનિર્ભર બનવું જરૂરી…
મનિષાબેનને જ્યારે તેમના પતિએ તરછોડી દીધા.ત્યારે સૌથી પહેલા પ્રશ્ન એ હતો કે તે તેમની દિકરીનું ભરણપોષણ અને અભ્યાસનો ખર્ચ કેવી રીતે ઉઠાવશે. મનિષાબેને પરિવારજનો પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખ્યા વગર ગાંઠિયાની રેકડી શરૂ કરી દીધી.મનિષાબેન પર સંતાનની જવાબદારી આવી પડી અને આજે તે માતા અને પિતા બની જવાબદારી હોંશે હોંશે નિભાવી રહ્યા છે. વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં મનિષાબેને જણાવ્યું કે, તેમને લગ્ન પછી ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો છે.પણ તેમને ક્યારેય હાર માની નથી.મનિષાબેનનું કહેવુ છે કે દરેક સ્ત્રીએ આત્મનિર્ભર બનવુ જોઈએ કોઈ મહિલાએ ક્યારે પણ અન્ય ઉપર નિર્ભર રહેવા કરતાં આત્મનિર્ભર બનવું આ સમયમાં ખુબ જ જરૂરી છે.