એક મહિનામાં 4500 રૂ.સોનું “મોંઘુ”: 83,000 સાથે સર્વોચ્ચ સપાટીએ
એક મહિનામાં આશરે સાડા પાંચ ટકા રિટર્ન મળ્યું:ખરીદીમાં લાગી બ્રેક
સોનાનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. આ મહિનામાં ગોલ્ડ રૂપિયા સાડા ચાર હજાર મોંઘુ થયું છે, બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર નોંધાયેલા ભાવમાં સોનાનો 24 કેરેટનો ભાવ પ્રતિ ગ્રામ 80430 રૂપિયા નોંધાયો છે જ્યારે રાજકોટની માર્કેટમાં ગુરુવારે સાંજે સોનાનો ભાવ 83,157 24 કેરેટમાં બોલાયો હતો.
સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગની મોસમ ચાલી રહી છે, અમેરિકામાં ટ્રમ્પનું વલણ અને રૂપિયો નબળો પડતા જેની અસર સોનાના ભાવ પર દેખાઈ રહી છે. વર્ષ 2025 ની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં આંશિક વધારો આવી રહ્યો હતો, છેલ્લા આ સપ્તાહમાં સોનુ ઓલ ટાઈમ પર પહોંચી ગયું છે,
ગુરુવારે સાંજે સોનાના ભાવમાં 10 ગ્રામમાં 391 રૂપિયાના વધારા સાથે 80430 થઈ ગયા છે, બે દિવસ પહેલા સોનાનો ભાવ 80,194 રૂપિયા હતા. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે 632 વધીને ચાંદી 91,265 પ્રતિ કિલો પહોંચી છે, અગાઉ મહિનામાં ઓક્ટોબર મહિનામાં ચાંદી ઐતિહાસિક સપાટીએ પહોંચીને 99000 પહોંચી હતી.
વર્ષ 2020 ના છેલ્લા દિવસોમાં સોનાનો ભાવ ઘટીને 78,800 હજારની સપાટીએ પહોંચી ગયો હતો ત્યારબાદ નવા વર્ષની શરૂઆત સાથે જ વૈશ્વિક પરિબળોના કારણે સોનુ સળગી રહ્યું છે અને હજુ આગામી બે મહિનામાં સોનાનો ભાવ 84 હજાર પહોંચે તેવી બુલિયનના જાણકારોએ નિર્દેશ આપ્યો છે.