ગૌમાતાને રાજ્યમાતા-રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો
રાજકોટમાં ગૌરક્ષકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાજ્યમાતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવતા સોમવારે રાજકોટના ગૌરક્ષકો દ્વારા જિલ્લા કલેકટર મારફતે ગુજરાત સરકારને આપવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાજ્યમાતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ ઉઠાવી હતી.
સનાતન રક્ષક સેના સંચાલિત ગૌરક્ષક સેના રાજકોટ શહેર – જિલ્લાના આગેવાનોએ સોમવારે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે, હિન્દુધર્મના ચારેય મઠના ગુરુઓ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે ગૌમાતાને રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો છે તે જ રીતે ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવા નિર્ણય કરવા માંગ ઉઠાવવામાં આવી હતી. આ તકે ગૌરક્ષક સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુનિલ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમ ડાંગર, ઉપાધ્યક્ષ મનીષ ચાવડા, રાજકોટ જિલ્લા અધ્યક્ષ બિપિન સાટીયા અને જિલ્લા ઉપાધ્યક્ષ અતુલ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.