Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં દસીયા’થી શરૂ થયેલા ઘૂઘરા આજે૩૫’એ પહોંચ્યા છતાં `ચટાકો’ અણનમ

Sat, September 30 2023

૬૦ વર્ષ પહેલાં કાંતાબેને ઘૂઘરાની શોધ' ન કરી હોત તો કદાચ હજુ આપણા માટેઅજાણ્યા’ જ હોત !

મુળ જામનગરથી આવેલા ઘૂઘરાનો પહેલો ટેસ્ટ ઈશ્વરભાઈ કાકુએ રાજકોટને કરાવ્યો હતો: રાજકોટમાં અત્યારે ૩૦૦ જેટલા નાના-મોટા વેપારીઓ ઘૂઘરાનું કરે છે વેચાણ: દરરોજ શહેરમાં ૧૦,૦૦૦થી વધુ નંગ ઘૂઘરા ખવાઈ જતાં હોવાનો અંદાજ

દર ૧૦માંથી ૮ લોકોની પસંદ ઘૂઘરા: બાળકોથી લઈ મોટેરા ઘૂઘરાને તળાતાં જુએ એટલે તેમના મોઢામાં પાણી આવ્યા વગર ન જ રહે, ન જ રહે, ન જ રહે: અનેક લોકો ઘૂઘરા વેચીને જ પરિવારનું ચલાવે છે ગુજરાન

અત્યાર સુધી માત્ર સાઈઝમાં જ ફેરફાર થયો, બાકી ઘૂઘરાની બનાવટ સૌ માટે એક જ રહી: રાજકોટમાં કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ઘૂઘરાનું વેચાણ ન થતું હોય…!

દર શનિવારે ખાણી-પીણીના શોખીનો માટે મોઢામાં પાણી લાવવાનું કાર્ય કરતું વૉઈસ ઑફ ડે' આજે સૌના પ્રિય એવા ઘૂઘરાનો ઈતિહાસ, રાજકોટમાં તેનો વ્યાપ, તેનું વેચાણ સહિતની તલસ્પર્શી વિગતો લઈને આવ્યું છે. કદાચ વાંચકોને ખ્યાલ નહીં હોય કે ઘૂઘરાની શોધ રાજકોટમાં અંદાજે ૬૦ વર્ષ પહેલાં કાંતાબેન લાલજીભાઈ કાકુ દ્વારા કરવામાં આવી હતી. જો કાંતાબેન દ્વારા આ શોધ કરવામાં ન આવી હોત તો કદાચ હજુ પણ આપણે ઘૂઘરા જેવી કોઈ વાનગી છે તેનાથી અજાણ જ રહ્યા હોત ! રાજકોટમાં ઘૂઘરાની પહેલી પ્લેટદસીયા’ મતલબ કે ૧૦ પૈસામાં વેચાઈ હતી પરંતુ જેમ જેમ મોંઘવારી વધતી ગઈ તેમ તેમ દસીયાની આ પ્લેટ ૩૫ રૂપિયે પહોંચી ગઈ છતાં તેનો ચટાકો' હજુ પણ રાજકોટમાંઅણનમ’ જ જોવા મળી રહ્યો છે.

ઘૂઘરા મુળ તો જામનગરથી આવેલા છે કેમ કે રાજકોટમાં તેને કોઈ જ બનાવતું ન્હોતું અને કદાચ કોઈને ખ્યાલ પણ ન્હોતો. જો કે કાંતાબેન અને ત્યારબાદ ઈશ્વરભાઈ લાલભાઈ કાકુએ ઘૂઘરાને રાજકોટ લાવીને અહીં જ તેને બનાવ્યા બાદ વેચવાનું શરૂ કર્યું હતું. ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાએ સૌથી પહેલાં સાઈકલ પર તેનું વેચાણ કર્યું હતું. આ પછી રૈયાનાકા ટાવર પાસે ઘૂઘરા વેચવા માટેનું સ્ટેન્ડ બનાવ્યું હતું. જેમ જેમ લોકોમાં ઘૂઘરા ફેમસ થતાં ગયા તેમ તેમ તેના વેચાણનો ગ્રાફ ઉપર જતો ગયો અને અત્યારે શહેરમાં ઈશ્વર ઘૂઘરા ઉપરાંત અનેક નામી-અનામી ૩૦૦ જેટલી દુકાનો-સાઈકલો આવેલી છે જ્યાંથી દરરોજ ૧૦,૦૦૦ નંગથી વધુ ઘૂઘરાનું વેચાણ થઈ રહ્યું છે અને રાજકોટીયન્સ હોંશે હોંશે ઘૂઘરા દાબી રહ્યા છે.

ઘૂઘરા એવી વાનગી છે જે ૧૦માંથી આઠ લોકોને પસંદ હોય છે. કોઈ દુકાનમાં કે ઘરમાં ઘૂઘરા તળાતાં હોય અને તેને બાળક અથવા મોટેરા જુએ એટલે તેમના મોઢામાં પાણી આવ્યા વગર રહે જ નહીં તેવો `વટ’ રાજકોટમાં ઘૂઘરાનો છે !! મહત્ત્વની વાત એ છે કે અત્યારે ઘણાખરા લોકોનું ઘર ઘૂઘરાના વેચાણ ઉપર ચાલી રહ્યું છે કેમ કે સાયકલ પર ફેરી કરીને ઘૂઘરા વેચાણ કરતા વેપારીઓ પણ રાજકોટમાં એટલા જ છે.

વળી, અત્યાર સુધી ઘૂઘરાની સાઈઝમાં માત્ર ફેરફાર થયો છે કે બાકી તેની બનાવટ તો સૌ માટે એક જ રહી છે. અત્યારે શહેરનો કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ઘૂઘરાનું વેચાણ ન થતું હોય…!

માત્ર છ વસ્તુનો ઉપયોગ’ને ઘૂઘરા તૈયાર !

ઘૂઘરા બનાવવા માટે ઢગલામોઢે વસ્તુઓની જરૂર રહેતી નથી. તેના માટે માત્ર તેલ, મેંદો, બટેટા-વટાણા, હળદર-મીઠુંની જ જરૂર પડે છે. આટલી વસ્તુઓને જો યોગ્ય પ્રમાણમાં તૈયાર કરાય એટલે એક સ્વાદિષ્ટ ઘૂઘરું તૈયાર થાય છે. જ્યારે ઘૂઘરા સાથે ઉપયોગમાં લેવાતી ચટણી માટે માત્ર પાંચ જ વસ્તુની જરૂર પડે છે જેમાં ગોળ-ખાંડ, આંબલી, લસણ અને મરચાનો સમાવેશ થાય છે. આમ ૧૧ વસ્તુ હોય એટલે ઘૂઘરા અને ચટણી સરળતાથી તૈયાર થઈ શકે છે.

વેચાણ તો કરીએ જ છીએ, સાથે સાથે થાળીમાં ઘૂઘરા ન હોય તો ચાલતું નથી !

રાજકોટમાં ઘૂઘરા વેચવાની શરૂઆત કરનાર `ઈશ્વર ઘૂઘરા’ના માલિક આશિષભાઈ કાકુએ જણાવ્યું કે અમે છેલ્લા ૬૦ વર્ષથી રાજકોટમાં ઘૂઘરા વેચી રહ્યા છીએ. ભલે અમે વેચાણ કરતા હોય પરંતુ અમે જે ઘૂઘરા બનાવ્યા હોય તેને ખાવાનું ક્યારેય ચૂકતાં નથી. એકંદરે બપોરના ભોજનની થાળીમાં અમે બનાવેલા ઘૂઘરા ન હોય એટલે અમને સૂનું સૂનું લાગે…જો અમારી પાસે ઘૂઘરા ઉપલબ્ધ ન હોય તો અમે અન્ય જગ્યાએથી વેચાતા લઈને પણ ખાઈએ છીએ…

સાંજે ૫થી ૮ સુધીમાં ઘૂઘરાની દુકાન-રેંકડીએ ઉભરાય છે કીડિયારું

રાજકોટમાં ૩૦૦ જેટલા ઘૂઘરાના વેપારીઓ છે જેમને ત્યાં સાંજે ૫થી ૮ વાગ્યા સુધીમાં ઘૂઘરા ખાવા માટે રીતસરનું કીડિયારું ઉભરાય છે. એકંદરે વેપારી ઘેરથી જેટલા પણ ઘૂઘરા બનાવીને લાવ્યો હોય તે તો વેચાય જ જાય છે સાથે સાથે જે લોકો લાઈવ ઘૂઘરા બનાવીને વેચે છે તેનો તમામ કાચો માલ પણ ત્રણ કલાકમાં જ પૂર્ણ થઈ જાય છે કેમ કે તે જેટલા ઘૂઘરા બનાવે તે ચપોચપ ખવાઈ જતા હોય છે.

હવે તો ઘર-ઘરમાં ઘૂઘરા બનવા લાગ્યા

એક સમય એવો હતો જ્યારે ઘૂઘરા કેવી રીતે બનાવવા તેની સમજ ન્હોતી. જો કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકો ઘૂઘરા બનાવતા શીખી ગયા હતા અને અત્યારે ઘણા બધા ઘર એવા છે જ્યાં નિયમિત ઘૂઘરા બનાવવામાં આવે છે સાથે સાથે પોતાના ટેસ્ટ પ્રમાણેની ચટણી પણ હાથે જ બનાવવામાં આવે છે.

અમે ચટણીમાં જે કલર વાપરીયે છીએ તે હાનિકારક નથી: આશિષ કાકુ

ઈશ્વર ઘૂઘરાના માલિક આશિષભાઈ કાકુએ જણાવ્યું કે તાજેતરમાં જ અમારે ત્યાં મહાપાલિકા દ્વારા કરાયેલા ચેકિંગમાં ચટણીમાં કલર મીક્સ કરાતો હોવાનું જાહેર કરાયું હતું ત્યારે હું સ્પષ્ટ કરવા માંગું છું કે અમે જે કલર મીક્સ કરીએ છીએ તે આઈએસઆઈ માર્કાવાળો હોય છે અને તેનાથી શરીરને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. આ કલરનો ઉપયોગ માત્ર ચટણીમાં કલર આવે તેના માટે જ કરાય છે.

Share Article

Other Articles

Previous

મહિલા પોલીસને બદલી અને નોકરી મુકવા સાસરિયાનો ત્રાસ

Next

એસબીઆઈનું એટીએમ બદલાવી રૂ.૯૫૦૦ ઉપાડી લેનાર બે શખ્સો 1 વર્ષ બાદ પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈરાન, ઈઝરાયેલ યુદ્ધની અસર : ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 60 અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 115 નો વધારો
11 મિનિટutes પહેલા
સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી કીલેજીયન બે યુવતીની લાશ મળી
12 મિનિટutes પહેલા
ઈરાનમાં ફરી ધરતી ધ્રુજી, તટીય શહેર બંદર અબ્બાસના પશ્ચિમ ભાગમાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપ
15 મિનિટutes પહેલા
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
17 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

લોકસભામાં શું થયું ? શા માટે થયો હંગામો ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
દેશના સૌથી મોટા ‘ડિજિટલ અરેસ્ટ’ કાંડનો છેડો રાજકોટમાં નીકળ્યો : ઠગ ટોળકીને બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર બે પકડાયા
ક્રાઇમ
7 મહિના પહેલા
દિલ્હી દારૂ નીતિ કાંડમાં આપના નેતા મનીષ સિસોદિયાને રાહત ન મળી, અદાલતે જેલવાસ 26 જુલાઈ સુધી લંબાવ્યો
Breaking
2 વર્ષ પહેલા
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ : PM મોદીએ સદૈવ અટલ સ્મારક પહોંચીને આપી શ્રદ્ધાંજલિ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર