રાજકોટ : રૈયા અને રામપીર ચોકડી પર વાહન લઇને નીકળતા પહેલા જીવન વીમો કરાવજો !!
રોડ પર પડેલા મસમોટા ખાડાથી લોકોને જીવના જોખમે વાહન ચાલવું પડે છે : કમર સાથે વાહનના પણ કટકા કરી નાખે એવા રસ્તા
પદાધિકારીઓ રોડ રસ્તા પર થોડુ ધ્યાન આપી મરામત માટે ગ્રાન્ટ ફાળવે
રાજકોટ શહેરના રોડ-રસ્તાની હાલત સાવ ખખડધજ બની ગઇ છે.ચોમાસું આવતા જ પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનું પણ ધોવાણ થઈ જતું હોય છે.અને રોડ-રસ્તા પર મસમોટા ખાડા પડી જાય છે. જેથી વાહન ચાલકોને આ પ્રકારના ખાડા વાળા રોડ પરથી પસાર થતાં પહેલા તેમનો જીવન વીમો કરાવી લેવો અનિવાર્ય બન્યો છે.કારણ કે,આ રસ્તાથી નીકળવા માટે તેમના પર જીવનું જોખમ બની રહે છે.આ પ્રકારના ખાડા રૈયા અને રામપીર ચોકડી પર પડ્યા છે. જ્યાંથી વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
150 ફૂટ રિંગ રોડ પર આવેલ રૈયા ચોકડી અને રામપીર ચોકડીના રોડ રસ્તાની વાત કરવામાં આવે તો અહી એટલી હદે રોડની ખરાબ પરિસ્થિતિ બની ગઈ છે. જે તમે તસવીરમાં જોઈ શકો છો.જાણે પદાધિકારીઓએ તો આ રસ્તા ધ્યાને જ નહીં આવતા હોઇ તેવું લાગી રહ્યું છે. પદાધિકારીઓ પોતે પણ આ રસ્તા પર દિવસમાં એક વાર તો નીકળતા જ હશે ત્યારે કદાચ આ ખાડા તેમની ફોર વ્હીલમાં આવતા નહીં હોઇ અથવા તો અહીના ખાડા તેમના માટે અદ્રશ્ય બની જતાં હશે એટલા જ માટે હજુ સુધી આ ખાડાઓની મરામત કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે,આ માર્ગ પરથી રોજિંદા હાજરોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતાં હશે પંરતુ અહીથી નીકળતા પૂર્વે તેમણે પોતાનો જીવન વીમો કરવી લેવો અનિવાર્ય બન્યો છે. કારણ કે આ ખાડા પર વાહન ચલાવીને નીકળવામાં ચાલકોને જીવનનો જોખમ રહે છે.જેથી પદાધિકારીઓએ રાજકોટમાં પડેલા ખાડાઓની મરામત કરવા માટે થોડી ગ્રાન્ટ ફાળવી જરૂરી છે. પરંતુ અધિકારીઓને જ્યાર સુધી તેનો કાન પકડી કોઈ વાતને વારંવાર કહેવામાં ન આવે ત્યાર સુધી તે વાત તેમના કાન સુધી પહોંચતી નથી જેથી રાજકોટના ખખડધજ બનેલા રોડ રસ્તાઓની સાચી સ્થિતિ તેઓને દેખાડવાની નેમ વોઇસ ઓફ ડે દ્વારા લેવામાં આવી છે.
ચોમાસા પૂર્વે જ ડામર પાથર્યો અને વરસાદ આવતા જ ધોવાઈ ગયો
રૈયા ચોકડી પર બનાવવામાં એવલ પુલ પાસેથી જતાં રસ્તાની ચોમાસા પૂર્વે જ મરામત કરવામાં આવી હતી. પરંતુ રાજકોટમાં વરસાદ ધોધમાર પડ્યો નથી તેમ છતાં આ રસ્તાનું ધોવાણ થઇ ગયું છે. અને આ રોડ પર સાંધો મારવાના કામમાં પણ કોઈએ પોતાનું ખિસ્સું ભરી લેતા હાલાકીનો સામનો પ્રજાને કરવાનો વારો આવ્યો છે.