ધો.12માં એક જ દિવસે ભૂગોળ અને આંકડાશાસ્ત્રની પરીક્ષા: વિદ્યાર્થીઓને મુશ્કેલી
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના હોદ્દેદારોએ શિક્ષણમંત્રીને રૂબરૂ મળીને કરી રજુઆત: આ ઉપરાંત ઓનલાઇન બદલી કેમ્પ અને બીએલઓની કામગીરી માંથી મુક્તિ આપવા માટે માંગણી
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી શાળાઓમાં ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ગ્રૂપ 4 માં ભૂગોળ અને આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા એક જ દિવસે છે. જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે તેમ હોવાથી અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષણ મંત્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય રજૂઆતોમાં શિક્ષકોના ઓનલાઇન બદલી કેમ્પ પુરા થયા બાદ પ્રાધાન્ય આપી ખાલી પડેલી જગ્યાઓમાં શિક્ષકોનો સમાવેશ કરવા ઓફલાઈન કેમ્પ યોજવા અંગે તેમ જ અગાઉ જિલ્લા ફેર બદલી કરાવી ચૂકેલા અને મહેકમના કારણે છૂટા ન થઈ શકેલા તમામ શિક્ષકોને ઓનલાઇન બદલી કેમ્પમાં અગ્રતા આપવા માટે હોદેદારો શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.