રાજકોટ એરપોર્ટ પર રાજકીય મહાનુભાવોનો મેળાવડો:એક ફલાઈટમાં 11થી વધુ સાંસદો આવ્યાં
સોમનાથ ખાતે પાર્લામેન્ટરી કમિટીની મીટીંગ માટે સાંસદો સભ્યોની હાજરી:જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની મુલાકાત સાથે:એકસાથે વી.વી.આઈ.પી.મુવમેન્ટને લઈ સ્ટાફ ખડેપગે
રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે રાજકીય મહાનુભાવોનો મેળાવડો જામ્યો હતો. મુંબઈની એક જ ફ્લાઈટમાં 11થી વધુ સાંસદોનું આગમન થયું હતું.એક વી.વી.આઈ.પી.મુવમેન્ટને લઈ એરપોર્ટની ટીમ સતત ખડેપગે રહી હતી.
સોમનાથ ખાતે પાર્લામેન્ટરી કમિટીની એક મીટીંગ યોજાઇ હતી જેને અનુસંધાને મુંબઈની એક ફ્લાઈટમાં 11 જેટલા સાંસદ તેમજ તેમના પરિવારજનો રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા હતા જ્યાં તેમના સ્વાગત બાદ આ તમામ સાંસદો જુનાગઢ રવાના થયા હતા જ્યાં જુનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીની મુલાકાત અને સોમનાથ ખાતે પાર્લામેન્ટ્રી કમિટીની એક બેઠક મળવાની હોવાથી ત્યાં હાજરી આપવાના હોવાનું જાણવા મળ્યા છે.
રાજકોટ એરપોર્ટ પર આવેલા સાંસદ ડોક્ટર સંજય જયસ્વાલ, બ્રિજ મોહન અગ્રવાલ, કલ્યાણ બેનર્જી, મલેશ બાબુ,પ્રદાન બોરાહ, ચરંજિતસિંઘ,પી.પી .ચૌધરી,દેવુસિંહ ચૌહાણ, નવીન જિંદાલ,મનીષ જયસ્વાલ, જુગલ કિશોર,પ્રતાપ રુડી,ડો.ભોલા સિંઘ, મનોજ તિવારી,પી.સી.મોહન સહિત સાંસદ આવ્યા હતા.જ્યાંથી તેઓ સોમનાથ અને જૂનાગઢ રવાના થયા હતા.